આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

આવશે ! – પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

ભેગાં કરીશ બોર તો એ કામ આવશે !
ક્યારેક તો આ ઝૂંપડીએ રામ આવશે !

મારી આ બરબાદી વિશે એણે પૂછ્યું નહીં !
એને હતો એ ડર કે એનું નામ આવશે !

દુર્ભાગ્યનો નિયમ સદા અવળો જ હોય છે !
તું ‘એમ જા’ કહીશ ને એ આમ આવશે !

મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
લાગે છે તારા હાથથી અંજામ આવશે !

ખોળો ગઝલનો તો કદી ખાલી નહીં રહે !
આદિલ, ચિનુ, મરીઝ ને બેફામ આવશે !

– પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

પહેલી જ નજરે ગમી જાય એવી પણ બીજી નજરે ? ત્રીજી નજરે ? વધુ ને વધુ ગમી જાય એવી ગઝલ…

13 Comments »

 1. munira said,

  May 3, 2012 @ 11:38 pm

  આ ગઝલ સાથે સવાર ખીલી ગઈ, ખૂબ ખૂબ સરસ

 2. Rina said,

  May 4, 2012 @ 1:17 am

  wwaaahh..

 3. Pravin Shah said,

  May 4, 2012 @ 1:54 am

  સરસ !

 4. dr.ketan karia said,

  May 4, 2012 @ 1:58 am

  આખી ગઝલ સડસડાટ હ્રદયમાં ઊતરી જાય તેવી પણ મત્લા સવિશેષ ગમ્યો. બીજો શેર પણ સુંદર..

 5. pragnaju said,

  May 4, 2012 @ 3:18 am

  સ રસ ગઝલનો આ શેર
  ભેગાં કરીશ બોર તો એ કામ આવશે !
  ક્યારેક તો આ ઝૂંપડીએ રામ આવશે !
  વાહ્
  ધીરજ બોધ તબ જાનીયે, સમજે સબકી રીત,
  ઉનકા અવગુન આપમેં, કબ ન લાવે મિત.
  મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
  લાગે છે તારા હાથથી અંજામ આવશે !
  ખૂબ સુંદર
  યાદ
  મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
  કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

 6. રાકેશ ઠક્કર, વાપી said,

  May 4, 2012 @ 5:18 am

  ખૂબ ગમી !

  મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
  લાગે છે તારા હાથથી અંજામ આવશે !

 7. mita parekh said,

  May 4, 2012 @ 10:10 am

  મઝા પડી ગઇ.બહૂ જ સરસ.

 8. nilesh trivedi said,

  May 4, 2012 @ 1:08 pm

  ખુબ જ સરસ….અભિનન્દન.

 9. dr>jagdip said,

  May 4, 2012 @ 2:12 pm

  સઃરસ

 10. Kalpana said,

  May 4, 2012 @ 6:50 pm

  વાહ. ખોળો ગઝલનો ક્યાંથી ખાલી રહે? આદિલસાહેબ, ચીનુભાઈ, મરીઝજી અને બેફામ પછી જલાલ(પ્રકાશભાઈ) છે.

 11. Darshana Bhatt said,

  May 4, 2012 @ 9:41 pm

  પહેલિ નઝરે ગમેી ગૈ,બિજિ નઝરે હ્રુદયમા વસિ કન્થ્સ્થ થૈ ગૈ.સ…..રસ ગઝલ.

 12. Sudhir Patel said,

  May 4, 2012 @ 10:05 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 13. manilalmaroo said,

  May 5, 2012 @ 11:51 am

  kya batt hai khub sunder, mind fresh, manilal.m.maroo marooastro@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment