છે કબૂલ, એક હવા શ્વસી છતાં આપણામાં ફરક જુઓ
તમે ઝાડ જેવી છો સ્થિરતા, અમે પાંદડાની અવરજવર
– ભાવિન ગોપાણી

ક્યાં ક્યાં છે વનમાળી – વિનોદ ગાંધી

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી
ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી !

કો’ક ગોપીની મટુકીમાંથી
મહીડાં માફક છલકે
વનરાવનની વિકટ વાટમાં
પવન બનીને મલકે
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબની ડાળી

કાલિન્દીના જળ માંહીથી
દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાંથી
રુધિર બનીને નીંગળે
ક્યાંક બહાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી

-વિનોદ ગાંધી

અનવરત લયથી મઢેલું એક મજાનું ગોપીગીત…

5 Comments »

  1. dr>jagdip said,

    April 28, 2012 @ 5:09 AM

    ચાલો માહોલ જામ્યો જ છે તો એક મોરપિચ્છ ગીત……

    મોરપિચ્છ મુંઝાતું, ચેહેરો દેખું ક્યાં ઘનશ્યામનો
    મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

    વાંસલડી ની ઇર્ષ્યા કરતું
    ક્રોધ થકી આખું ફરફરતું
    હોઠ રતુંબલ સ્પર્શી, ફેરો ફળતો ચારે ધામનો
    મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

    રધાના નયનોમાં શામળ
    રંગ-રસિયાનો આંજે કાજળ
    રાસ રમે હર ગોપી, બાકી રહેતો ના કોઈ ગામનો
    મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

    પનિહારીમાં ગોતું તમને
    ગોધૂલીના પુછું કણને
    છાશ વલોણું, ઘમ્મર થઈને, ઝંખુ પગરવ શ્યામનો
    મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

    યમુના જળના કાલિ બનશું
    મીરાને ઘુંઘર રણઝણશું
    નરસીની કરતાલે કરશું જય જય તારા નામનો
    મોર મુકુટ પર કબજો, આખા જીવતરનો શું કામનો

  2. pragnaju said,

    April 28, 2012 @ 7:41 AM

    અનુભૂતિનુ મઝાનું ગ્પ્પીગીત

    ડૉ જગદીપસઆહેબ જેમ અમારા અંતરમા ગૂંજે

    રસિલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં
    સલુણાં શામના સપનાં નજરથી ના ઘડી ખસતાં
    રસિલાં પ્રેમીના હૈયાં…

    પ્રીતમ જો હોય પાસે તો બધુંય વિશ્વ પાસે છે
    વસે જો નજરથી દૂર એ જગત આ શૂન્ય ભાસે છે
    રસિલાં પ્રેમીના હૈયાં…

    પ્રીતમ ઘેલા પ્રિયાના છે પ્રિયા ઘેલી પ્રીતમની છે
    પ્રીતમનું જગ પ્રિયામાં છે પ્રિયાનું જગ પ્રીતમમાં છે
    રસિલાં પ્રેમીના હૈયાં…

    અધુરાં એ સવાલોના જવાબો પ્રેમીઓ ખોળે
    અજબ એ પ્રશ્નના ઉત્તર એ પ્રશ્નોમાં સમાયા છે
    રસિલાં પ્રેમીના હૈયાં…

  3. Fulvati Shah said,

    April 28, 2012 @ 12:39 PM

    મને ત્રણે કાવ્ય વાચિને ખુબ આનન્દ થયો
    ફુલવતિ શાહ.

  4. dc said,

    April 28, 2012 @ 11:50 PM

    ક્યાંક વાંસળેી અને મોરપિચ્છ્ બન્ને સુન્દર કાવ્યો ! નવાં જ કલ્પનો…મઝા આવેી ગઈ.

  5. Pravin Shah said,

    April 29, 2012 @ 7:14 AM

    મજાનું ગોપીગીત…
    આનંદ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment