ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

ગઝલ લખાતી નથી – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

-મુકુલ ચોક્સી.

ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…

14 Comments »

 1. મીના છેડા said,

  July 21, 2007 @ 4:48 am

  ગઝલ લખાતી નથી……….

  પ્રિય મિત્ર,

  વાતોના રસ્તે ચાલતાં જે ગઝલને માણી હોય એને વાંચતા આનંદ થાય જ ને…

 2. સુરેશ જાની said,

  July 21, 2007 @ 5:14 am

  મને તેમનો બાયો ડેટા આપશો?

 3. પંચમ શુક્લ said,

  July 21, 2007 @ 7:18 am

  નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
  ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

  સુંદર ગઝલ ને સુંદર વાત….

  ખરેખર પ્રભુની કૃપાથી ગઝલ (કાવ્ય/ભજન્) લખાય તો ગઝલકાર નહિ પણ ભક્ત કવિ નરસિંહ કે મીરા બની જ્વાય.

 4. jayshree said,

  July 21, 2007 @ 11:43 am

  વાહ…….!!

 5. Lata Hirani said,

  July 22, 2007 @ 4:56 am

  સાવ સાચી વાત

 6. dharmesh Trivedi said,

  July 22, 2007 @ 3:18 pm

  બહુ જ સુન્દર અને સાચિ વાત
  ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
  અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.
  આભિનન્દન
  ધર્મેશ

 7. ધવલ said,

  July 23, 2007 @ 12:22 am

  हम आपकी शिकायत करते है आप ही से જેવી વાત છે. ગઝલ લખાતી નથી ની ફરીયાદ પણ કરી તો કેવી રીતે કરી ? – ગઝલ લખીને જ સ્તો !

  બહુ ઉત્તમ ગઝલ છે. મુકુલભાઈની સ્વહસ્તે લખેલી ગઝલ લયસ્તરો પર જોઈ તો લયસ્તરો પાછળ કરેલી બધી મહેનત એક ક્ષણમાં સાર્થક થઈ ગઈ એવું લાગી આવ્યું. મારા જેવા બધા ચાહકોને તમારી પાસે વધારે ને વધારે રચનાઓની આશા છે.

  બીજી એક વાત ધ્યાનમાં આવી. આ ગઝલમાં મરીઝની વાત આવી છે

  મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
  ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

  અને બે દિવસ પર મૂકેલી સૌમ્ય જોશીની ગઝલમાં પણ મરીઝની વાત હતી.

  થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
  લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

  બંન્ને શેર ‘મરીઝ’ને આપેલી શ્રેષ્ઠ અંજલી સમાન છે.

 8. vasant said,

  July 23, 2007 @ 1:56 am

  Excellent way to express own pain that only gazalkar can do.(bear with me have not yet learned to type gujrati with englishalphbets}

 9. shriya said,

  July 24, 2007 @ 12:35 pm

  ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
  અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

  ખુબ સરસ…..

 10. ઊર્મિ said,

  July 24, 2007 @ 3:52 pm

  નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
  ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

  વાહ… એકદમ મજાની વાત!

  ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
  અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

  હાવ હાચી વાત કોઇ પણ કવિતા માટે… અને હવે જરા જરા અનુભવ થાય છે ખરો…!!

  ખરેખર ચારેય શેર ખૂબ જ મજાનાં છે… મજા આવી ગઈ!!

  આભાર વિવેક… આભાર મુકુલભાઈ…!!

 11. urvashi parekh said,

  May 20, 2009 @ 7:50 pm

  સાવ સાચી વાત..
  ઘણી વખત લખવુ હોય તો યે લખાતુ નથી,
  અને કયારેક ના વીચાર્યુ હોય અને સરસ લખાઈ જાય..
  સરસ…

 12. PIYUSH M. SARADVA said,

  December 3, 2011 @ 6:37 am

  ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
  અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

  સરસ.

 13. khushi said,

  February 28, 2012 @ 11:48 pm

  ખરે ખર સાચિ વાત કરિ..

 14. kinjal said,

  October 10, 2013 @ 6:48 am

  sachi vat 6 amathiamathi gajal lakhati nathi
  khare khar loko sachu kahe 6 dard vina gajal lakhati nathi,
  mariz ni gal to dil ne spars kari jay tevi 6
  mariz ni jem dil ne sabdo sparshya vagar gajal lakhati nathi……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment