ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.
વિવેક મનહર ટેલર

પ્રસવ – એમિલિયા હાઉસ (અનુ. અનિલ જોશી)

પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી
પ્રસવની. અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ !

– એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી)
(અનુ. અનિલ જોશી)

ગુલામીની વ્યથા અને આઝાદીની આશા કેવી પ્રબળ હોઈ શકે એનું રૂંવાડા ઊભા કરી દેતું ચિત્રણ આ સાવ નાનકડા કાવ્યમાં સુપેરે વ્યક્ત થયું છે. આવા સશક્ત શબ્દો અને તીવ્રતમ લાગણી કોઈ પ્રસ્તાવનાની મહોતાજ નથી…

6 Comments »

 1. pragnaju said,

  April 18, 2012 @ 5:28 am

  આઝાદીના પ્રસવ માટે પ્રચંડ આક્રોશ…
  સામાન્ય તયા ગર્ભની પ્રસવ વેદના, એસ્ટ્રોજીન નામના હોમોર્ન, મોટા પ્રમાણમાં છૂટા થતાં શરૂ થાય છે અને આમ ગર્ભમાંથી નવજાત શિશુમાં સંક્રમણ શરૂ થાય છે.પ્રસવ વેદના, ગર્ભાશયના જોરદાર સંકોચનને સૂચવે છે, પરિણામે બાળકનો જન્મ થાય છે.
  અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
  સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
  જોર લગાડ. વધુ જોર લગાડ.
  આ આક્રોશમા મૃત બાળક ન આવે!અને આઝાદીને બદલે માર્શલ લો આવે!! અરે! સીઝરના જન્મ વખતે તેની મા જ મરી ગઇ હતી તેવું ન થાય!!

 2. ધવલ said,

  April 18, 2012 @ 10:41 am

  સશક્ત કવિતા !

 3. Dhruti Modi said,

  April 18, 2012 @ 8:32 pm

  બળુકા શબ્દો અને બળુકી ભાવના આઝાદી માટેની. સુંદર રૂપક યોજયું છે.

 4. Pravin Shah said,

  April 19, 2012 @ 11:10 am

  સુંદર ને સશક્ત રચના !

 5. Darshana Bhatt said,

  April 19, 2012 @ 11:15 am

  Who can know better the pain of prasav but a woman and mother earth!!

 6. Lata Hirani said,

  April 25, 2012 @ 5:29 am

  રુવાડા ખડા કરી દે એવી કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment