રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનગમતી ક્ષણ તડકે મૂકી !
પોત નવું વણ તડકે મૂકી !

હાશ કરી મન હેઠું બેઠું,
ભીતર ના વ્રણ તડકે મૂકી !

શુભ-ફળના સંકેત ગણું છું,
તેર તણાં ત્રણ તડકે મૂકી !

દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
તો પીધું રણ તડકે મૂકી !

પગભર થાશે એ આશાએ ,
કાચી સમજણ તડકે મૂકી !

ખાલી થઈને થ્યું ભીનું મન ,
કોરા સગપણ તડકે મૂકી !

દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
તારણ, કારણ તડકે મૂકી !

રોજ હવે ઊગાડું અવસર ,
તિથિ ને તોરણ તડકે મૂકી !

હું ગઝલો થી આપું ઓળખ ,
ધારા-ધોરણ તડકે મૂકી !

– લક્ષ્મી ડોબરિયા

નાની બહેરની ગઝલમાં તડકે મૂકી જેવી અઘરી રદીફ લઈ ચુસ્ત અને આટલા બધા કાફિયા સાથે કામ પાર પાડી મોટાભાગના શેર સંતર્પક આપવા એ કંઈ આસાન કામ છે? શું કહો છો?

12 Comments »

 1. મીના છેડા said,

  April 14, 2012 @ 3:36 am

  ખૂબ સરસ!

 2. sudhir patel said,

  April 14, 2012 @ 10:36 am

  Very nice Ghazal!
  Sudhir Patel.

 3. pragnaju said,

  April 14, 2012 @ 12:18 pm

  સુંદર ગઝલ
  દરેક સાચી સાહિત્યકૃતિ નું એ લક્ષણ હોય છે કે એ તમને તેના પૂરતા માર્યાદિત ન રાખતા તેના વિષે વધુ અને તેનાથી આગળ વિચારવા પ્રેરે…આ ગઝલ વિષે કેટલું કહી શકાય.
  પગભર થાશે એ આશાએ ,
  કાચી સમજણ તડકે મૂકી !

  ખાલી થઈને થ્યું ભીનું મન ,
  કોરા સગપણ તડકે મૂકી !

  દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
  તારણ, કારણ તડકે મૂકી !
  જાનદાર શેર
  ખરેખર તો આ કાવ્ય તડકાનું પણ નથી. આ જગમાં જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ હિત અને હેતુ સાથે થતી હોય ત્યારે હિત અને હેતુને તડકે મૂકીને માણસ કેવળ મનમોજ ખાતર નીકળ્યો હોય, જેમાં કોઈ ગણિત કે ગણતરી ન હોય, જેમાં કોઈ સ્વાર્થ કે પ્રપંચ ન હોય. કેવળ નિરુદ્દેશે આ પ્રવાસ ચાલતો હોય અને મનોયાત્રા થતી હોય એનું આ કાવ્ય છે.
  દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
  તો પીધું રણ તડકે મૂકી !
  વાત એમણે સંકેતથી અને સંયમથી કરી છે.
  કવિને પ્રકૃતિમાં પણ રસ છે અને મનુષ્યમાં પણ રસ છે
  યાદ્
  ‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
  હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું

 4. Manubhai Raval said,

  April 15, 2012 @ 5:50 am

  હાશ કરી મન હેઠું બેઠું,
  ભીતર ના વ્રણ તડકે મૂકી !
  ખાલી થઈને થ્યું ભીનું મન ,
  કોરા સગપણ તડકે મૂકી !

  ખૂબ સરસ!

 5. Lata Hirani said,

  April 15, 2012 @ 7:02 am

  પોતાના સન્ગ્રહના છાયે સન્ઘરવા જેવી ….. તડકે મુકવા જેવી નહી જ…

  લતા હિરાણી

 6. Sandhya Bhatt said,

  April 15, 2012 @ 7:51 am

  આપણી બોલચાલની ભાષાના રદીફને સરળતાથી અને સચોટ રીતે પ્રયોજી બતાવ્યો,લક્ષ્મી…..અભિનંદન….

 7. સુનીલ શાહ said,

  April 15, 2012 @ 8:29 am

  બધા ધારા ધોરણો તડકે મૂકી ગઝલથી પોતાની લીલીછમ ઓળખ ઊભી કરનાર આ કવયિત્રીની અનેક સુંદર રચનાઓ વાંચી છે…સાંભળી છે. પણ, આ ગઝલ માટે વિવેકભાઈ સાથે ૧૦૦ ટકા સંમત છું.

 8. Dhruti Modi said,

  April 15, 2012 @ 4:08 pm

  સુંદર રચના.

 9. રાકેશ ઠક્કર, વાપી said,

  April 16, 2012 @ 5:02 am

  વાહ !
  હું ગઝલો થી આપું ઓળખ ,
  ધારા-ધોરણ તડકે મૂકી !

 10. jyoti hirani said,

  April 16, 2012 @ 6:51 pm

  સુન્દર ગઝલ્. અભિનન્દન ..

 11. ભાર્ગવ ઠાકર said,

  April 18, 2012 @ 5:35 am

  ખુબ અઘરુ કામ પણ સરળ લાગે એ રિત થયુ છે……………… પ્રત્યેક શેર મજાનો….. અભિનન્દન…….

 12. અશોક જાની 'આનંદ' said,

  April 18, 2012 @ 6:00 pm

  દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
  તો પીધું રણ તડકે મૂકી !

  વાહ, નવી બોલચાલની ભાષાની રદીફ સાથે આખી ગઝલ સુંદર ..!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment