શી ખબર કોને ભીંજવશે ક્યાં જશે ?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર ?
મનહરલાલ ચોક્સી

ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઈકાલે ચિનુ મોદીની એક રચના આપણે માણી. જોગાનુજોગ આજે હું પણ એમની જ એક રચના લઈને આવ્યો છું. એમની ખૂબ જાણીતી તસ્બી પ્રકારની આ ગઝલ-રચના આજે કોઈપણ વધારાની પૂર્વભૂમિકા વિના જ માણીએ….

4 Comments »

 1. પંચમ શુક્લ said,

  August 2, 2007 @ 7:08 am

  પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
  ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

  ચિનુ મોદીની પ્રખ્યાત ગઝલ (તસ્બી) નો વિખ્યાત શેર.

 2. કુણાલ said,

  August 2, 2007 @ 7:10 am

  આસ્વાદ કરાવવા બદલ આભાર… આ ગઝલ મારા ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં હતી.. ધોરણ ૧૧ ક્યાં તો ૧૨ માં… યાદો તાજી થઈ ગઈ.. 🙂

 3. ધવલ said,

  August 3, 2007 @ 2:44 am

  આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
  ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

  નખશીખ સુંદર !

 4. Shailesh " SAPAN" said,

  August 29, 2007 @ 12:52 am

  આભાર…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment