ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

મુક્તક – સગીર

ફૂલ તુજ કિસ્મતના ગીતો ગાઉં છું,
મારી હાલતની દયા હું ખાઉં છું.
તું મરીને થાય છે અત્તર, અને-
હું મરીને રાખ કેવળ થાઉં છું.

– સગીર

8 Comments »

 1. વિવેક said,

  March 29, 2012 @ 2:07 am

  🙂

 2. pragnaju said,

  March 29, 2012 @ 5:43 am

  સ રસ
  વાહ્
  તું મરીને થાય છે અત્તર, અને-
  હું મરીને રાખ કેવળ થાઉં છું.

  જ્યારે એને પ્રસરાવનાર વ્યક્તિ અદ્રશ્ય થઇ જાય. ભલા અત્તરમાં ખબર પડે છે કે અત્તર બનાવનાર ફૂલનું વ્યક્તિત્વ કેવું હતું? ફૂલના વ્યક્તિત્વ ભૂંસાય તો એનું સુગંધ તત્ત્વ અત્તરમાં અમર થાય. સૂંઘો એટલે કહી શકશો કે કેવડાનું કે કમળનું ઉત્તર છે, પણ એમાં તમે કેવડાને કે કેળને નીરખી શકો છો ખરાં? એમ જગતમાં ચિરંજીવ તો માત્ર ભાવના છે, વ્યક્તિ નહીં
  કવિ ? સગીર કે…?

 3. v.c.sheth said,

  March 29, 2012 @ 7:10 am

  મેંહદિ પિસાઇને રન્ગ લાવે છે,
  ફૂલ પિસાઇને સોડમ આપે છે,
  માનવ ઘસાઇ ને માનવી બને,
  તો, ભલે રાખ બને,
  કોઇક ના દિલમાં છાપ,
  છોડી જાય છે.

 4. vijay joshi said,

  March 29, 2012 @ 10:27 am

  જન્મથી મરણ સુધીની
  નિરર્થક સફર કરી
  પગલાની છાપ
  પડ્યા વગર!

 5. M.D.Gandhi, U.S.A. said,

  March 29, 2012 @ 1:32 pm

  બહુ સુંદર મુક્તક છે. આજ તો દરેકમાં ફરક હોય છે, પછી એ માનવ હોય કે ફુલ હોય, જે ઘસાઈને કે મરીને બીજાને સુવાસ આપે છે તેનીજ કિંમત થાય છે.

 6. ધવલ said,

  March 29, 2012 @ 4:17 pm

  આભાર પ્રગ્નાજુ…. સગીર… સુધારી લીધુ છે.

 7. Dhruti Modi said,

  March 29, 2012 @ 4:59 pm

  સરસ…..

 8. Pravin Shah said,

  March 30, 2012 @ 12:03 am

  ફૂલ તુજ કિસ્મતના ગીતો ગાઉં છું,…
  સરસ મુક્તક !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment