શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
વિવેક મનહર ટેલર

ગઝલ – એસ.એસ.રાહી

ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું,
બંનેની શક્યતા છે હું એવો અમીર છું.

મારી ત્વચા વડે જ બધું સાંભળું છું હું,
અફવા છે એવી લોકમાં કે હું બધીર છું.

એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
હું તો સમયની જેલનો જૂનો અસીર છું.

ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું.

એમાંથી એકને તમે ચાહી શકો પ્રિયે,
શાયરનું રક્ત છું અને થીજેલું નીર છું.

દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.

શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં એમને કે હું વજીર છું.

– એસ.એસ.રાહી

 

9 Comments »

 1. munira said,

  March 23, 2012 @ 12:29 am

  સુન્દર ગઝલ્!!!

 2. Rina said,

  March 23, 2012 @ 12:38 am

  awesome…

 3. વિવેક said,

  March 23, 2012 @ 1:40 am

  સરસ ગઝલ…

  અસીર એટલે કેદી; બંદીવાન એ આજે જ જાણ્યું…

  ‘એમાંથી એક’ કે ‘બેમાંથી એક’?

  શાયરનું રક્ત અને શતરંજવાળા શેર ખૂબ નબળા લાગ્યા…

 4. Dr.Ramesh Bajania said,

  March 23, 2012 @ 1:54 am

  વાહ રાહિ સહેબ્ વાહ્

 5. pragnaju said,

  March 23, 2012 @ 4:57 am

  સુંદર ગઝલ

  એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
  હું તો સમયની જેલનો જૂનો અસીર છું.
  વાહ
  એવું તે શું અસીર પાસે છે. આંખ સામે ઊભો રહ્યો જઇને,
  કદીક માત્ર છું મ્હોરું- કદીક વઝીર છું હું. રહેછે શોધમાં કાયમ …

 6. Shefali said,

  March 23, 2012 @ 9:57 am

  બહુ સરસ!

 7. ધવલ શાહ said,

  March 23, 2012 @ 7:48 pm

  દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
  હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.

  – સરસ !

 8. Sudhir Patel said,

  March 23, 2012 @ 10:37 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 9. sweety said,

  March 24, 2012 @ 6:30 am

  એક એક મોતિ નેી માલા પિરોવિ લાવ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment