ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

ગઝલ – ભાર્ગવ ઠાકર

હૃદયની આરપાર છે,
સ્મરણ આ ધારદાર છે.

નહીં રૂઝાય ઘાવ આ,
અતીતનો પ્રહાર છે.

આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.

તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.

કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.

-ભાર્ગવ ઠાકર.

નાની બહેરમાં કામ કરવું એ આમે દોરી પર ચાલવા બરાબર છે અને એમાંય લગાલગાના આવર્તન લઈને ગઝલ લખવી એ તો વળી હાથમાં વાંસ પકડ્યા વિના ચાલવા બરાબર છે. બહુ ઓછા કવિ આ નાજુક સમતુલન જાળવીને ઉત્તમ ગઝલ આપી શક્યા છે.  રાજકોટના ભાર્ગવ ઠાકર પ્રસ્તુત ગઝલમાં આ કામ સુપેરે કરી શક્યા છે…માણીએ એક શાનદાર, જાનદાર અને ધારદાર ગઝલ !

 

12 Comments »

 1. pragnaju said,

  March 23, 2012 @ 4:48 am

  મઝાની ગઝલ
  આ શેર વધુ ગમ્યો
  કદી જતાવતો નથી,
  હા, પ્રેમ બેશુમાર છે.
  દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે પ્રેમની પૂરક બની શકે.
  કદાચ આ જ કારણ છે કે બેશુમાર દૌલત અને શોહરત
  પ્રેમની તરસને ઘટાડવાને બદલે વધારી દે છે.

 2. dr>jagdip said,

  March 23, 2012 @ 4:56 am

  વિચાર ધારા સુંદર
  સુનિયોજીત છંદોબધ્ધ હોત તો
  માણવાની ઔર મઝા આવત….

 3. dr>jagdip said,

  March 23, 2012 @ 4:57 am

  पेशानीयों पे सलवटे
  पुछो ना कैसे पल कटे

  सांसोका कारवां चला
  वो सुन सके न आहटे

  ना ये पता चला कि कब
  मासूमियतसे वो हटे

  नींदे चुराई आपने
  हमने निभाई करवटें

  अश्कोंमें हो गई सुलह
  दोनो ही आंखमें बटे
  डो. नानावटी

 4. dr>jagdip said,

  March 23, 2012 @ 5:00 am

  છલકી નારી
  તું પનિહારી

  રૂદિયે સીધી
  માર કટારી

  દડતે પાણી
  જાતો વારી

  જલતી સરિતા
  બનતી ખારી

  પનઘટને તો
  જલસા ભારી..!!

  તરૂવર સઘળે
  નજર્યું ઠારી

  આભે ચમકી
  આંખ્યુ મારી

  ઈશ્વર તારી
  છે બલિહારી

 5. રાકેશ ઠક્કર, વાપી said,

  March 23, 2012 @ 5:21 am

  ટૂંકી બહરની ગઝલોમાં આગવી બની રહે એવી ગઝલ !

  આ શેર વધુ ચોટદાર
  નહીં રૂઝાય ઘાવ આ,
  અતીતનો પ્રહાર છે.

 6. ડૉ.મહેશ રાવલ said,

  March 23, 2012 @ 9:28 am

  સરસ ગઝલ ભાર્ગવભાઇ…
  અભિનંદન.

 7. sweety said,

  March 23, 2012 @ 9:37 am

  આ દેહ કાયમી નથી,
  આ શ્વાસ પણ ઉધાર છે.
  બહુજ સરસ્

 8. urvashi parekh said,

  March 23, 2012 @ 9:41 am

  આ દેહ કાયમી નથી,
  ક્ષ્વાસ પણ ઉધાર છે.
  સરસ.

 9. Dhruti Modi said,

  March 23, 2012 @ 4:09 pm

  ખૂબ સુંદર ગઝલ. ટૂંકી બહેરમાં સરસ કામ કર્યૂ છે.

 10. ધવલ શાહ said,

  March 23, 2012 @ 7:47 pm

  તમે કહો સુગંધ પણ,
  એ પુષ્પનો પ્રચાર છે.

 11. Sudhir Patel said,

  March 23, 2012 @ 10:39 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 12. Sanjay vadera said,

  May 15, 2013 @ 11:57 am

  Very nice bhargav bhai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment