હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
દેવાંગ નાયક

એક સવારે – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

એક સવારે
આવી ફૂલોના ઉદ્યાનમાં
એક અંધકન્યા
અર્પણ કરવા ફૂલમાળા મને
વીટેલી કમલપત્રમાં

ધારણ કરી તેને
મેં મુજ કંઠે
અને
ધસી આવ્યાં આંસુ
મારી આંખોમાં.
ચૂમી લીધી મેં તેને
કહ્યું,
“તું અંધ છો
તેમ જ આ ફૂલોય તે.
ક્યાં ખબર છે તને
કેટલો સુંદર છે
આ ઉપહાર તારો.”

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. દક્ષા વ્યાસ)

પુષ્પ પોતાની સુંદરતાને કદી જોઈ શકતું નથી. તેનો આનંદ તેના સાહજિક સમર્પણમાં જ હોય છે. પોતે કયા રૂપ-રંગના ફૂલોનો અર્ધ્ય ઈશ્વરને ચડાવી રહી છે તેનાથી અનભિજ્ઞ એવી એક અંધકન્યા ફૂલોના ઉદ્યાનમાં-જ્યાં ફૂલોનો કોઈ તોટો જ નથી- નાનકડી ફૂલમાળ લઈને આવે છે ત્યારે કોઈ સાગરમાં લોટો રેડવા આવતું હોય એવું લાગે પણ ઈશ્વરની નજરથી એનો આ નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણની ભાવના શી રીતે છૂપી રહી શકે? આ પ્રેમને ઈશ્વર સાનંદાશ્રુ ચૂમે ને આલિંગે નહીં તો જ નવાઈ…

8 Comments »

 1. munira said,

  March 10, 2012 @ 4:17 am

  કવિવર ટાગોરની આ સુંદર રચનાને અમ સુધી પહોંચાડવા બદલ દક્ષાબેનનો આભાર.
  મારા બ્લોગ http://www.inkandi.com ઉપર મેં મારી કંઈક રચનાઓ મૂકી છે. આપ સહુને સમય મળ્યે એ વાંચવા અને ઠીક લાગે તો પ્રતિભાવો આપવા માટે સાદર આવકારું છું .
  મુનિરા

 2. nehal said,

  March 10, 2012 @ 5:11 am

  ુ ફુલોની સુન્દરતાને કોઇ ધ્યેય નથી કોઇ કારણ નથી એનું હોવું એ જ એનુ ધ્યેય છે’સૌંદર્ય ત્યારે જ પ્રગટે જ્યારે સ્વ્ાયમ માટે હોય્!

 3. bharatiraval said,

  March 10, 2012 @ 6:53 am

  bhagvane ajod sudrta etle kudrat ane khilela phulo jeni koi kalpna na kari sakay,tevi kavivar tagorni rachna.
  sudarta jova mate pan sudartani jarurrat hoi che eva mann ni.

 4. pragnaju said,

  March 10, 2012 @ 7:06 am

  સુંદર કાવ્યનું ભાવભર્યું ખૂબ સરસ ભાષાંતર
  આટલા નજીક પણ આ પરિચય આજે માણ્યો !
  અભિનંદન ચિ. દક્ષાને…………….
  તેમ જ આ ફૂલોય તે.
  ક્યાં ખબર છે તને
  કેટલો સુંદર છે
  આ ઉપહાર તારો.

 5. Dhruti Modi said,

  March 10, 2012 @ 4:28 pm

  આંતરિક સુંદરતા જ સાચી સુંદરતા છે.

 6. ધવલ said,

  March 10, 2012 @ 5:23 pm

  સરસ વાત !

 7. vineshchandra chhotai said,

  March 10, 2012 @ 11:06 pm

  બહુ જ સરસ વાતો અનુવાદ ઉત્મ , ધન્ય્વાદ ને અભ્નદન ……….આબ્બ્ભાર

 8. Anand said,

  April 20, 2012 @ 4:08 am

  It is indeed a v beautiful poem by Kavivar and equally good translation. Gurudev Tagor’s Gujarati translation in many cases are better that english and equally poetic! Like ” TARI JO HAAK SUNI KOI- by Mahadevbhai Desai” and “HAVA MA AAJ VAHE CHHE DHARATI KERI KHUSH KHUSHALI- By NATHALA DAVE”
  The poet must be remembered before 7th May 2012 on His 151th birthday like this.

  Anand

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment