જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

કવિના મૃત્યુ પર યમરાજાનો આદેશ – ઉર્વીશ વસાવડા

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.

ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.

કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

– ઉર્વીશ વસાવડા

કવિના મૃત્યુ પર સાક્ષાત્ યમરાજા પણ કેવો મલાજો પાળે છે એ કલ્પન કોઈપણ ભાષા, કાળ કે સંસ્કૃતિના કવિની ખરી મહત્તા સ્થાપિત કરે છે.

13 Comments »

 1. Rina said,

  February 25, 2012 @ 2:50 am

  awesome…..

 2. Deval said,

  February 25, 2012 @ 2:56 am

  aa rachana khud Urvish bhai na modhe thi sambhadi chhe Jigar na mushayara ma…sundar rachana,….thanx for sharing.

 3. vineshchandra chhotai said,

  February 25, 2012 @ 3:51 am

  સલામ ને મલ્જો કવિ નો ; યમ્.. રાજ …………..બહુજ નવિન વિચાર ને કદાચ નરેન્દ્ર ભૈ ને સર્કાર સુધિ આ વ્વાતો કોઇ લૈ જયે ………………તો ; આ જગત્ના સરે કવિ ને ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,બહુ જ રાહ્ત મલિ જયે …………..

 4. rajul b said,

  February 25, 2012 @ 5:11 am

  કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
  રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

  awesome…

 5. urvashi parekh said,

  February 25, 2012 @ 7:46 am

  સરસ.
  કલમ હો હાથમ તો બે ઘડી દ્વારે ઉભા રહેજો,
  રજા મા શારદાની લઈ, કવી ના પ્રાણ લઈ આવો.
  સરસ.

 6. Jay Naik said,

  February 25, 2012 @ 10:30 am

  Wah Urvishbhai wah! Kya kahena? Khubaj alag andaz ma lakhayeli aa tamari ghazal che. Tamari kalpana ane kavi ni adab jalwawani vaat khubaj saras rite pesh karai che. Allah kare joure kalam aur bhi jyada!
  Keep it up by natural.

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  February 25, 2012 @ 11:20 am

  કવિતાનું સર્જન એજ તો કવિનો પ્રાણ છે.
  ન લેશો એને;તમને ભગવાનની આણ છે.

 8. ધવલ said,

  February 25, 2012 @ 5:13 pm

  વાહ !

 9. pragnaju said,

  February 26, 2012 @ 4:43 am

  સ રસ
  યાદ ગુંજી
  હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
  સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

  આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
  રૂંવેરૂંવે કાંટા ઊગિયારે અમને રૂંધ્યા રગેરગ;
  ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
  ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ…

  પે’ર્યા ઓઢ્યાંનાં ઓરતા રે છોગે છેલ ગુલાબી,
  આંખમાં રાત્યું આંજતા રે અમે – ઘેન ગુલાબી;
  કૅડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ, કોમળ,
  ફૂમતે મોર ગે’કાવજો રે અમે કોમળ કોમળ…

  હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો:
  – ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો!
  – ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો!
  કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ!
  ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ!

  અને
  થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
  ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.

  એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
  મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.

  બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
  નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

 10. sweety said,

  February 26, 2012 @ 5:49 am

  કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
  રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

  ઉર્વીશ વસાવડા ધણેી ખમ્મા

 11. HATIM THATHIA said,

  February 26, 2012 @ 4:49 pm

  ઉર્વિશ ચ્હેલ્લિ પન્ક્તિમા આખૈ કવિતાનો શેશ્થ ધબકાર થ્હાલ્વિ ધિધોઇ ચ્હે મા શારદાના આશિશ આપના
  ઉપર હાતિમ બગસરાવાલા કોન્ગો

 12. jigar joshi 'prem said,

  February 26, 2012 @ 10:33 pm

  ઉર્વિશ ભાઈની વધુ એક સુઁદર ગઝલ…..એમના આગવા મિજાજ સાથે મુશાયરામાં સાંભળ્યાનુઁ સ્મરણ….દેવલે કહ્યુ એ સાચુ

 13. Prajapati Karashan said,

  March 4, 2012 @ 3:45 am

  tamari gazal uparthi mane avu lage chhe ke tame yamraja ne pan gamo chho pan ane tamari amne jarur chhe pan ana phela amari ek vinanti chhe ke amne biji ghni avi gazal apine pachhi yamraja ne tamari gazalo sambalav va jaso.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment