હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !
શૈલ પાલનપુરી

મા-અશોક ચાવડા ‘બેદિલ’

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…

15 Comments »

 1. પંચમ શુક્લ said,

  June 28, 2007 @ 8:31 am

  ગઝલ જેટલું જ હૃદયસ્પર્શી રસદર્શન.

 2. ધવલ said,

  June 28, 2007 @ 11:52 am

  શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
  રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

  – બહુ સરસ !

 3. Sangita said,

  June 28, 2007 @ 12:52 pm

  I agree with Mr. Shukla. Thank you Vivek for posting this beautiful ghazal here fore all readers.

 4. નિમેષ said,

  June 29, 2007 @ 2:32 am

  મા તે મા બાકી બીજા વનવગડા ના વા …

  લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
  એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
  પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

 5. jina said,

  June 29, 2007 @ 8:26 am

  ખૂબ સુંદર!! “આંધળી માંનો કાગળ” નો એનો દિકરો જે જવાબ લખે છે તે અહી મૂકી શકો?

 6. વિવેક said,

  June 29, 2007 @ 9:58 am

  “આંધળી માનો કાગળ” કવિતા અહીં માણી શક્શો:

  http://layastaro.com/?p=193

  -અને “દેખતા દીકરાનો જવાબ” આ લિન્ક પર:

  http://www.forsv.com/guju/?p=322

 7. shaileshpandya BHINASH said,

  August 5, 2007 @ 4:53 am

  nice………..

 8. anilchavda said,

  November 18, 2007 @ 5:26 am

  સુન્દર ગઝલ્…

 9. Sanju Vala said,

  January 24, 2008 @ 12:44 am

  સરસ ગઝ્લ અને આસ્વદ પણ્ અભીનન્દન્……..

 10. Pinki said,

  January 24, 2008 @ 7:41 am

  હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
  સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

  ‘મા’ – વ્હાલનો દરિયો ….. !!!
  શબ્દ માત્ર વ્હાલની અસીમ સીમા તોડી, વ્હાલનો ‘અનુભવ’ કરાવે ……..!!!

 11. Kavan Patel said,

  March 9, 2008 @ 4:44 am

  ંIt’s really very good. I have never heard this kind of poem about ‘Ma’. I have read Ashok Chavda’s book nemed ‘Paglan Talav ma’, which is also wonderful.

 12. Mahejabin Vora said,

  March 9, 2008 @ 4:51 am

  વાહ્ ક્યા બાત હૈ. મારી આન્ખો ભીજાઈ ગઈ

 13. યશવંત ઠક્કર said,

  March 18, 2009 @ 10:37 pm

  ખૂબ સુંદર. આસ્વાદ સોનામાં સુગંધ સમાન.
  મા બાબત લખવાનો મારો પ્રયાસ આ રહ્યો:
  http://asaryc.wordpress.com/2009/03/11/મા-તે-મા-ને-બીજા-વગડાના-વા/

 14. Mayura said,

  November 27, 2009 @ 10:11 am

  hai….. its so touchable ….

 15. harshi mehta said,

  June 21, 2011 @ 7:09 am

  થોદિ લમ્બિ કવિત લખો ને .આમ તમરિ કવિત મને બહુ ગમઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment