એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

શેખાદમ આબુવાલા

ગઝલ – મરીઝ

હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.

ભલા વિશ્વાસ શું બેસે બહુ ખંધુ હસે છે એ,
વચન આપી રહ્યા છે એમ, જાણે હાથતાલી છે.

તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,
ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે ?

તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.

તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.

મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

– મરીઝ

12 Comments »

  1. Rina said,

    February 5, 2012 @ 1:46 AM

    વાહ્…વાહ…..

  2. Hasit Hemani said,

    February 5, 2012 @ 8:20 AM

    ઘણી સુંદર ગઝલ, પણ મને લાગે છે જરા ઉતાવળમાં લખાણી છે. જરા ધીરજથી તરાશી હોત તો ક્લાસિક રચના નિવડત.

  3. Faruque said,

    February 5, 2012 @ 10:07 AM

    સરસ !

  4. vijay shah said,

    February 5, 2012 @ 11:38 AM

    મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
    ‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

  5. Sudhir Patel said,

    February 5, 2012 @ 12:45 PM

    વાહ, મરીઝ સાહેબ, વાહ!!
    સુધીર પટેલ.

  6. ધવલ said,

    February 5, 2012 @ 1:10 PM

    મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
    ‘મરીઝ’ એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

    – સરસ !

  7. Manubhai Raval said,

    February 5, 2012 @ 10:24 PM

    તમારા રૂપની માફક કદરદાની કરો એની,
    અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.

    ખુબ સરસ. લાગણી નીજ કદર હોય.

  8. વિવેક said,

    February 7, 2012 @ 8:37 AM

    મરીઝની ગઝલ પણ મરીઝની ગુણવત્તા સુધી પહોંચતી નથી… મત્લાનો શેર સાવ નબળો. અને રૂપાળીમાં કાફિયાદોષ પણ.

  9. P Shah said,

    February 9, 2012 @ 1:38 AM

    આખું જીવન મારું ખયાલી છે.

    સરસ !

  10. Lata Hirani said,

    February 10, 2012 @ 2:40 AM

    તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
    મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

    આખરે આ અનુભવ સૌના જામ ભરે છે..

  11. pragnaju said,

    February 14, 2012 @ 12:41 AM

    તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
    વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.
    શેર વધુ ગમ્યો

  12. manilalmaroo said,

    May 19, 2012 @ 10:56 AM

    marizbhai tamari khumari ne amara salam. manilal.m.maroo marooastro@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment