મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર

વિસ્મય ? – વિપિન પરીખ

૧૦ x ૧૨ ની ઓરડીમાં
ભીંત પરના ચિત્રમાં
આકાશ પણ
કેવું વિશાળ !

– વિપિન પરીખ

ગાગરમાં સાગર…

6 Comments »

  1. pragnaju said,

    February 3, 2012 @ 12:04 AM

    ૧૦ x ૧૨ ની ઓરડીમાં…
    યાદ આવે
    આવી જ ઓરડીમા શ્રેષ્ઠ સાહિત્ય સર્જન થયાના અસંખ્ય દાખલા છે
    !તેમા આ તો ન ભૂલાય તેવી વાત.બહાદુર શાહ ઝફર ફક્ત એક દેશભક્ત બાદશાહ જ નહીં, પરંતુ ઉર્દૂના જાણીતા કવિ અને શાયર પણ હતા. તેમણે ઘણી મશહુર ઉર્દુ કવિતાઓ લખી, જેમાંની ઘણી અંગ્રેજો સામેનાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નષ્ટ થઇ ગઇ. તેમના દ્વારા લખાયેલ ઘણી પંકતિઓ પ્રખ્યાત છે, જેમકે,
    ગાઝીઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી
    તખ્ત-એ-લંદન તક ચલેગી તેગ હિંદુસ્તાન કી|
    દેશની બહાર રંગુનમાં ૧૦ x ૧૨ ની ઓરડીમાં પણ તેમની ઉર્દૂ કવિતાઓનો દબદબો ચાલુ રહ્યો. ત્યાં તેમને દર વખત હિંદુસ્તાનની ચિંતા જ રહેતી હતી. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ હિંદુસ્તાનમાં લે અને તેમને હિંદુસ્તાનમાં દફનાવવામાં આવે, પરંતુ તેમ થઇ શક્યું નહી.
    અને
    ૧૦ x ૧૨ ની ઓરડીમાં
    ભીંત પરના ચિત્રમાં
    આકાશ પણ…
    કેવું વિશાળ !

  2. Vipin Shah said,

    February 3, 2012 @ 4:35 AM

    “પણ” શબ્દને “આકાશ” પહેલા મુકતા વધારે અર્થસભર લાગે છે.

    ૧૦ x ૧૨ ની ઓરડીમાં
    ભીંત પરના ચિત્રમાં
    પણ
    આકાશ કેવું વિશાળ !

  3. M.D.Gandhi, U.S.A. said,

    February 3, 2012 @ 2:23 PM

    નાનામાં નાની કવિતામાં પણ કેટલી મોટી વાત કહી! સરસ કાવ્ય છે.

  4. ધવલ શાહ said,

    February 3, 2012 @ 11:14 PM

    સરસ !

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    February 4, 2012 @ 7:18 PM

    રેખાઓ નાનકડી હથેળીમાં દોડતી.
    ‘ને સમેટી લે છે સમસ્ત જીવનને.

  6. Lata Hirani said,

    February 10, 2012 @ 2:43 AM

    યે હૂઇ ન બાત !!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment