તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી !
– બાપુભાઈ ગઢવી

અવતારી નથી – શૂન્ય પાલનપુરી

છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

8 Comments »

  1. Rina said,

    January 30, 2012 @ 2:51 AM

    Aweesssome…..thank you

  2. sweety said,

    January 30, 2012 @ 5:47 AM

    બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

    ક્યા બાત હૈ બાસ!!!

  3. pragnaju said,

    January 30, 2012 @ 9:53 AM

    પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
    પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

    જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
    શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.
    વાહ્

  4. HATIM THATHIA said,

    January 30, 2012 @ 1:52 PM

    Thai shake chhe ek mudda par quyamatno rakas, khud khuda awa wakilneni dalil sambhali kadach quyamat naam ni court mandwal kare. Shunya ni paamvanun shun ane gumavvanun shun ???????????????????salam the great shayar tame pule-bridge- e-Sirat saav sidha chaline paar karijasho Ameen
    HATIM BAGASRAWALA

  5. Dhruti Modi said,

    January 30, 2012 @ 4:19 PM

    વાહ્!!
    પાનખરને મેં વસંતો જેમ માણી છે જરુર-
    પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

    બહોત ખૂબ……

  6. praheladprajapatidbhai said,

    January 31, 2012 @ 10:36 PM

    એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
    બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

  7. હર્ષેન્‍દુ ધોળક‍િયા said,

    February 1, 2012 @ 4:57 AM

    મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી………………

    બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી…………………

    ગઝલ છે કે ખુમારીનો છલોછલ જામ છે
    ભલે છલકાય તો પણ પી જવાની હામ છે

    અને હા……
    શ્રી શુન્‍ય પાલનપુરીને મારા કોટી કોટી સલામ છે.

  8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    February 2, 2012 @ 7:52 AM

    શૂન્ય,રિક્ત અને ભરપૂર છું.
    વહનમાં ખોવાયું હું પૂર છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment