વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
શબનમ ખોજા

એક ઘટનાને કાજે – મકરંદ દવે

એક એવી ઘટનાને કાજે
જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
મૌનનો રાખી મલાજો.

જુગજુગનો એક એવો વાયદો
જેને લાગુ પડે ન કોઈ કાયદો
દુનિયાની નજરે તો કાંઈ નહીં ફાયદો,
એમ છતાં દુનિયાને એક એ જ ચાહે
ને દુનિયાને હેતથી નવાજે.

આંખે ઉજાગરા ને ઊંઘવું પોસાય નહીં
સૂકી આ જિન્દગીમાં કરુણા શોષાય નહીં
એના વિશે વળી કાંઈ કહેવાય નહીં,
ક્યારે આવીને ઊભા રહેશે
ને દેશે ટકોરો દરવાજે.

સૂરજ ઊગે ને વળી સૂરજ તો આથમે
એક એવી ધગધગતી ધૂણી કે ના શમે
એક લાગી લગની,બીજે તે ક્યાં ગમે ?

જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
અત્યારે, આજે ને આજે.

-મકરંદ દવે

કવિશ્રીને કોઈએ પૂછતાં તેઓએ જણાવેલું કે આ કાવ્ય તેઓએ આમ તો શબરીના અનુસંધાનમાં લખ્યું છે, પરંતુ તેઓની પોતાની આંતરસ્થિતિ પણ કંઈક આવી જ રહે છે……

 

5 Comments »

  1. pragnaju said,

    April 30, 2012 @ 8:02 AM

    વેદની ઋચા જેવી પંક્તીઓ
    એક એવી ઘટનાને કાજે
    જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
    મૌનનો રાખી મલાજો.
    ગુંજે અંતરે
    दिने दिने भोजनमप्यनिष्टं दिने दिने वै पशुजीवनं च।
    अनर्थको मानवभाव एषो यदस्ति स त्वेव मनुष्यहेतुः॥
    आयुश्च मरणं चेह स्वप्न एव बुधैः स्मृतः।
    स्मृतौ नो वर्तते लोको मनोवृत्तिप्रवर्तितः॥
    અંતઃકરણે આવ્યું શબરીધામ અને ગૂંજવામાંડ્યા
    एतानि गीतानि प्रायश: अवधी भाषायां सन्ति ।
    अध: सन्ति एतानि गीतानि, श्रृण्‍वन्‍तु, तलपूरयन्‍तु च
    आज हमरे अंगना अइहैं – शबरी प्रसंग
    झूलत राम सिया की जोडी – कजली
    निरखत डगरिया मोरी – शबरी प्रसंग
    पुकार मन पपिहा – शबरी प्रसंग
    જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,

    અત્યારે, આજે ને આજે.
    આ તો આત્મારામને પામવાની વાત..એમાં
    आयु; नश्यतां प्रति दिनं याति क्षयं यौवनं
    प्रत्यायांति न गता पुनरं न दिवसा; काल; जगत भक्षतां ।
    लक्ष्मि तोय तरंग भंग चपलां विद्युत चलं जीवितं
    तस्मात मां शरणागतं शरण
    त्वं रक्ष रक्ष मां अधुनां ।।
    रक्ष रक्ष मां अधुनां
    रक्ष रक्ष मां अधुनां

  2. Dhruti Modi said,

    April 30, 2012 @ 5:43 PM

    અંતર સુધી પહોંચી, અંતરને હચમચાવતું ગીત.

  3. ધવલ said,

    April 30, 2012 @ 8:37 PM

    રાહ જોવી બહુ મોટી વાત છે.. એક રીતે જુઓ તો પ્રેમ, મમતા, ભક્તિ, તપ બધા રાહના જ પ્રકાર છે. બાકી બધામાં કોઈક ‘ટૂંકો રસ્તો’ કાઢી શકાય પણ રાહ જોવામાં કોઈ ટૂંકો રસ્તો શક્ય નથી.

  4. pragnaju said,

    April 30, 2012 @ 9:41 PM

    ડો ધવલભાઇનો અભિપ્રાય સહજ સુંદર સત્ય છે

    જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
    અત્યારે, આજે ને આજે….

    અહીં પ્રેમ,મમતા ,ભક્તિમાર્ગ તરફ જવામા રાહ જોવાની નથી
    અને તેને માટે જરુરી છે શરણાગતી ભાવ
    मां शरणागतं शरण/ रक्ष रक्ष मां अधुनां.

  5. વિવેક said,

    May 1, 2012 @ 1:37 AM

    સુંદર મજાનું કાવ્ય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment