રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
અનિલ જોશી

પ્રેમ અને કવિતા – અખિલ શાહ

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

– અખિલ શાહ

પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે. પ્રેમના પહેલા પગરવે પ્રેમ-કવિતા પરનો પ્રેમ ભાગી છૂટે એમ પણ બને ! પ્રેમની અનુભૂતિના પગલે અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદોમાં રાચતી કવિતા ખરી પડે એ વાત મને તો તદ્દન સાચી જ લાગે છે, તમને શું લાગે છે ? વળી, અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદો ખરી પડે પછી જે બાકી રહે એ જ શું ખરેખર કવિતા નથી ?

9 Comments »

 1. Darshit said,

  June 16, 2007 @ 3:58 am

  વાહ્ કેટ્લુ સારસ, જ્યરે પ્રેમ થાય છે ત્યારે જ ખબર પડે છે કે વ્યાખ્યા તો બધિ નકામિ હતિ….
  આ તો મત્ર અનુભુતિ છે જે માત્ર જિવિ લેવા નો છે…થોડા શબ્દો ઘણુ કૈ જાય છે

 2. Pinki said,

  June 17, 2007 @ 12:42 pm

  સાચો પ્રેમ જ આ લખાવી શકે
  પોતાનું અસ્તિત્વ તો અસ્ત થઈ જ જાય
  પણ લોકો પ્રેમમાં શાયરી લખતાં થઈ જાય છે
  તો કવિ તો
  ભૂલી જવાની વાત કરે છે
  સમગ્ર ન્યોછાવર …………… તુજ પર !

 3. સુરેશ જાની said,

  June 17, 2007 @ 7:49 pm

  સાચો પ્રેમ હોય ત્યાં કવીતા તો શું શબ્દો પણ બીન જરુરી બને છે.
  ભાવ તો જીવનનું મુળ છે. એ તો મૌનનો પ્રદેશ છે.

 4. પંચમ શુક્લ said,

  June 18, 2007 @ 9:38 am

  ‘પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે.’
  સામાન્ય સંજોગોમાં સાવ સાચી વાત.

  દરેક કવિ કંઇ મીરા, નરસીંહ કે કબીર ન જ હોય અને એ ન જ લાગવો જોઇએ- કવિ જે છે એ જ હોય અને એને જે અનુભાવ, લખાય તો જ એને સર્જનનો સંતોષ મળે અને કવિતા બને. કવિ માટે સર્જનનીની ક્ષણ અમૂલ્ય હોય છે – અને એનું સાચા ભાવક સુધી ઉદઘાટન એ પરમ આનંદ હોય છે. કવિ પાસેથી જે પ્રગટવાનું છે એ તો સ્વતહઃ પ્રથમ પ્રગટ થઇ જ જતું હોય છે. ભાવક એ એનું બીજું ચરણ છે.

  કવિતા સરળ પણ હોય અને અઘરી પણ હોય. (It is a question of technicality). સરળતા અને કઠીનતા એ વાચક તરફથી ઉદભવતો સમાસ છે. એ ભાવકનાં ઇન્વોલ્વમેન્ટનો પ્રશ્ન છે. કવિતા કોઇના માટે મનોરંજન, કોઇ માટે હોબી, ને કોઇની અંદરની જરુરિયાત હોય છે. જેની એ જરુરિયાત છે અને જેને એ આત્મસાત કરવી હોય એનાં માટે ક્લિષ્ટ છંદો, અઘરું અથવા તો કવિતામાં વપરાતું શબ્દભંડોળ જાણવું જરુરી છે. અલબત્ત કવિઓ માટે એ અંતિમ લક્ષ્ય નથી હોતું- જે રીતે કોઈ ફીઝિશિયન માટે એનેટોમી અને જુરિસ-પ્રુડન્સ શીખવું અંતિમ લક્ષ્ય નથી હોતું.

  જે રીતે મનુષ્યનો પ્રાણ, વેલ-બિઈંગ, ડોક્ટરનું અંતિમ લક્ષ્ય હોય છે એમ કવિ માટે કોઇક રીતે ઝીલાયેલી સંવેદનાઓમાં શબ્દોથી અને એનાં એસ્થેટિક્સ (છંદ,લય, પ્રાસ)થી પ્રાણ ભરવાનું (કાવ્યત્વ પ્રગટાવવાનું) હોય છે. આ બધા માટે સામાન્ય સંજોગોમાં કવિએ એને અનુરૂપ સજ્જતા કેળવવી પડે છે.

  ઘણેભાગે so-called ચોટદાર અને સરળ પંક્તિઓ (શેર) લખી, લોકોને રીઝવી તાળીઓ પડાવીને ‘ભોક્તા વિણ કલા નહીં’ ના ન્યાયે ગદગદ થવું એ એક આખો જુદો વિષય બની જાય છે. અને આ પ્રકારની રચનાઓની સરળતા મીરા, ગંગાસતી કે કબીરની સરળતાથી ભિન્ન હોય છે એ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે.

  અંતમાં કવિ માટે એની પ્રત્યેક કવિતા એક નવું બાળક હોય છે- કુદરતી રીતે પ્રગટ થયેલું. સુંદર-અસુંદર, નાનું-મોટું, કે જીવિત-મૃત; અવતરણ ક્ષણ કવિને અતિ-પ્રિય હોય છે. વ્યહવારુ તાટથ્ય પછી શરુ થાય છે. સ્વ અને પર વિવેચન પછી આકાર લે છે. પ્રદર્શન માટે સુંદરતાની સર્જરી પછી શરુ થાય છે. આમાં ક્યારેક બાહય જગતની સુંદરતા અને સરળતા (સૌષ્ઠવ)ની વ્યાખ્યામાં કોઇક બાળક(કાવ્ય) ક્વચિત બંધ ન બેસે છતાં એનો અવિનાશી આત્મા એની જનેતા રૂપ કવિની ચેતનામાં તરવરતો રહે છે.

 5. UrmiSaagar said,

  June 22, 2007 @ 2:08 pm

  બો જ મજ્જા આવી ગઈ… એકદમ મસ્ત કવિતા છે હોઁ ધવલભાઇ!

  પંચમભાઈની વાત વાંચવાની પણ ખુબ મજા પડી ગઈ!!

 6. તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? « સહિયારું સર્જન - પદ્ય said,

  February 14, 2008 @ 12:21 am

  […] અખિલ શાહની  કવિતા ‘લયસ્તરો’ પણ મૂકતી વખતે ધવલભાઈએ લખ્યું હતું કે “પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે.”  અને સાથે સાથે કોમેંટમાં પંચમભાઈએ પણ એ વિશે ખૂબ સુંદર વાતો લખી હતી જે વાંચવા લાયક છે.  એ કવિતામાં કવિ પહેલાં એમને શું શું થયું એમ કહે છે, પછી અંતમાં જણાવે છે કે આ બધું થયું એનું કારણ એ છે કે મને […]

 7. Shefu said,

  March 21, 2008 @ 1:16 pm

  સાચે જ મજા આવિ ગઇ!

  આ ફોન્ત મા લખતા બરાબર નથિ ફાવતુ

 8. Shefu said,

  March 21, 2008 @ 1:16 pm

  સાચે જ મજા આવિ ગઇ!

  આ ફોન્ત મા લખતા બરાબર નથિ ફાવતુ

 9. વિવેક said,

  May 7, 2009 @ 8:37 am

  વાહ કવિ, વાહ…

  આ કવિતા તો નજરમાંથી સાવ છટકી જ ગયેલી કે શું? અદભુત કવિતા લખી છે, અખિલભાઈ… પ્રેમની આવી બળવત્તર અનુભૂતિ જવલ્લે જ જોવા મળે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment