જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

પી નથી શકતો – શેખાદમ આબુવાલા

તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો

મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો

તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો

વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો

હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો

 

મને આ શાયરની રચનાઓ માટે એક અંગત positive પક્ષપાત છે. સાવ સરલ વાણીમાં ગઝલ કહેવાની તેમની અદકેરી રીત મને બહુ જ ગમી ગઈ છે. શેરના ઊંડાણને જરાપણ હાનિ ન પહોચે તે રીતે તેઓ વાતચીતના શબ્દો અને શબ્દોના ટૂંકા સ્વરૂપો પ્રયોજતા હોય છે.

10 Comments »

 1. Rina said,

  January 23, 2012 @ 6:33 am

  મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
  સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો……
  Awesome….

 2. વિવેક said,

  January 23, 2012 @ 8:38 am

  નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર મનનીય…

 3. ધવલ said,

  January 23, 2012 @ 8:13 pm

  હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
  હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો

  – સરસ !

 4. mahendra said,

  January 24, 2012 @ 1:24 am

  સરસ………………..

 5. pragnaju said,

  January 24, 2012 @ 3:55 am

  મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
  સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો

  તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
  કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો
  ખૂબ સ રસ
  યાદ
  પાગલ થવાની વાત ને વર્ષો વિત્યા,
  આંખો મળ્યાની વાત ને વર્ષો વિત્યા.

  અને પાગલ થવાની ઊંમરે આ શે ભૂલાય!

  નશીલી નશીલી તમારી આ નજરો
  ઘાયલ કરે છે ઘાયલ કરે છે.

  રસીલી રસીલી તમારી આ વાતો
  પાગલ કરે છે પાગલ કરે છે.

  ફુલોની મલ્લિકા ઓ રાણી ઉપવનની
  તું ઉપમા કોઇ શાયરના કવનની

  મારા શ્વાસે શ્વાસમાં તુ જ તુ છે સાયબા
  તુ ગતિ છે મારી ધડકનની..

  રસીલી રસીલી તમારી આ વાતો
  પાગલ કરે છે પાગલ કરે છે.

  અમસ્તો અમસ્તો ના સુરજ તપે છે.
  ચાંદ શા ચહેરે મોતી મઢે છે.

  વાલમ સમ લાગે વૈશાખી વાયરો
  જ્યારે ઝુલ્ફોને છંછેડ્યા કરે છે.

  નશીલી નશીલી તમારી આ નજરો
  ઘાયલ કરે છે ઘાયલ કરે છે.

  પ્રેમમાં પાગલ થવાની ઉમર છે.
  દિવાના હુ તુ ને દિવાની ઉમર છે

  ઝુલે બાજુઓના ઝુલવાની ઉમર છે

  હોઠોનું શબનમ પીવાની ઉમર છે
  રસીલી રસીલી તમારી આ વાતો

  પાગલ કરે છે પાગલ કરે છે.

 6. maya shah said,

  January 24, 2012 @ 5:34 am

  ખુબ સરસ. શેખાદમ આબુવાલા મારા ગમતા શાયર ચ્હે.

 7. manilal.m.maroo said,

  January 25, 2012 @ 2:50 am

  ગુજ્રતિ ગઝ્હલ નુ બહુ મોત્ત્તુ નામ બહુ મોત્તા ગ્ગાજ્જા સાયર ચ્હે. manilal.m.maroo

 8. Amirali Khimani said,

  January 25, 2012 @ 7:00 am

  અતિ સુનદ ગઝ્લ શેખ આદમ નિ કેટ્લિય ગઝ્લો મે વાન્ચિ એક એક થિ ચડાઆતિ હોય છે સ્રરળ અને ચોટદાર.

 9. Suresh Shah said,

  August 4, 2012 @ 3:27 am

  સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો ….
  વિરોધાભાસ દ્વારા રજૂ કરવાની સૂઝ તેમની પાસે છે.

  ખૂબ માણ્યુ.

  આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 10. manilal m maroo said,

  August 4, 2012 @ 11:00 am

  બહુજસરસ..મનિલાલ.મોરારજિ. મારુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment