બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર!
- વિવેક મનહર ટેલર

કેમ કરી? – ચંદ્રેશ ઠાકોર

આંજી આંજીને હું આંખડીને આંજું પણ દ્રુષ્ટિને કેમ કરી આંજું?
માંજી માંજીને હું થાળીને માંજું પણ પાણીને કેમ કરી માંજું?

નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
પાણીને કેમ કરી માંજું?

આપી આપીને થોડી જાયદાદ આપું પણ તાંદુલને કેમ કરી આપું?
માપી માપીને મારી મહોલાતો માપું પણ કમાણીને કેમ કરી માપું?
પાણીને કેમ કરી માંજું?

ગાળી ગાળીને હું પાણીને ગાળું પણ જીવતરને કેમ કરી ગાળું?
વાળી વાળીને મારા આંગણને વાળું પણ વાણીને કેમ કરી વાળું?
પાણીને કેમ કરી માંજું?

– ચંદ્રેશ ઠાકોર

પોતાની ટૂંકી પડતી પહોંચનું ગીત.

ખરી વાત છે: બારખડી વાંચવા અને લાગણી વાંચવામાં બહુ મોટો ફરક છે. એક વાંચવા આખી જીંદગી ભણવું પડે છે, જ્યારે બીજા માટે આખી જીંદગી ભણેલું બધુ ભૂલવું પડે છે.

7 Comments »

  1. PUSHPAKANT TALATI said,

    January 18, 2012 @ 5:17 AM

    વાહ ! !! !!! – ખુબ જ સરસ –
    પ્રાસ, તર્જ અને લય – બધાની બધ્ધત્તા સાથે ની આ રચનાં અને તેમાં પણ વળી દોનામાં સુગંધ ની માફક પ્રસ્તુત થયેલ ધવલભાઈ ની નિમ્ન પંક્તિઓ ;-

    એક વાંચવા આખી જીંદગી ભણવું પડે છે,
    જ્યારે બીજા માટે
    આખી જીંદગી ભણેલું બધુ ભૂલવું પડે છે.

    સરસ – બહુજ ગમ્યું .

  2. praheladprajapatidbhai said,

    January 18, 2012 @ 5:39 AM

    નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
    વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
    સરસ્

  3. maya shah said,

    January 19, 2012 @ 6:00 AM

    ખુબ સુન્દર. બહુ સરસ રિતે લાગનિ વ્યક્ત કરિ ચ્હે.

  4. sweety said,

    January 19, 2012 @ 6:11 AM

    પણ જીવતરને કેમ કરી ગાળું?
    ક્યા બાત હૈ,

  5. વિવેક said,

    January 19, 2012 @ 8:41 AM

    વાહ ખૂબ સુંદર ગીત… એક તાંદુલવાળા બંધને બાદ કરતાં આખી રચના ફરી ફરીને માણવા જેવી…

  6. Chandresh Thakore said,

    January 19, 2012 @ 12:03 PM

    પ્રતિભાવ બદલ આભાર! …

  7. pragnaju said,

    January 19, 2012 @ 12:14 PM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment