પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

ગઝલ – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

– રતિલાલ ‘અનિલ’

આમ તો શિયાળાની મોસમ છે. ઠંડી દિન-બ-દિન વધી રહી છે. પણ ગઈ કાલે એક મજાની વરસાદી ગઝલ મળી ગઈ એટલે આજે પણ એક વરસાદી ગઝલ જ લઈને આવ્યો છું… ક્યારેક ભરશિયાળામાં ભીંજાવાની મજા પણ લઈએ, ખરું ને ?

7 Comments »

  1. Rina said,

    December 31, 2011 @ 1:58 AM

    વાવાહહહ…..

  2. urvashi parekh said,

    December 31, 2011 @ 5:14 AM

    સરસ.
    હૈયુ અને મન બન્ને ભીંજાણા…
    ભીની મોસમ ને ભરીલે પ્રાણમાં, અને
    હૈયે કંઇજ ભટકાયુ નહી?
    સરસ.

  3. kiran mehta said,

    December 31, 2011 @ 6:36 AM

    ખુબજ સરસ ગઝલ છે, વરસાદની મોસમ મારી પ્રિય મોસમ છે. ત્રીજો શેર ખુબ ગમ્યો,
    વાયુ ને વરસાદ પગલ થઇ ગયા,
    ભીની મોસમમા કોઇ ડા’યુ નહી?
    જે વરસાદમા ભીન્જાતુ હોય છે તે ડાહ્યુ રહી જ ના શકે!!!!!!!!!!

  4. praheladprajapatidbhai said,

    December 31, 2011 @ 8:46 AM

    કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
    એટલે શબ્દોથી રહેવાયું નહીં !
    સરસ્

  5. Gaurav said,

    December 31, 2011 @ 1:35 PM

    kone vakhanyu nahi ?

    Khub Saras….

  6. anup desai said,

    December 31, 2011 @ 2:49 PM

    ખુબ સરસ

  7. pragnaju said,

    January 1, 2012 @ 1:02 PM

    મઝાની ગઝલ

    ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
    તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?

    ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
    કોણ છે એવું, જે હરખાયું નહીં ?
    વાહ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment