કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.
– જુગલ દરજી

એક પછી એક – ચિનુ મોદી

એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
                                 એક પછી એક.

મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
                                 એક પછી એક.

શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક 
                                 એક પછી એક.

મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક 
                                  કાપ્યાં કરું
                                  ખાધાં કરું
                                  બર્થડેની કેક
                                  એક પછી એક.

– ચિનુ મોદી

એક પછી એક જતા વર્ષોની સાખે વર્ષગાંઠની કેક ખાતા ખાતા આ ગીત વાંચવા જેવું છે. સમયના ‘ચેક’ સામે કોઈનું ચાલતું નથી. માણસ એવું મઝાનું પ્રાણી છે કે સમય સામેની રમતમાં જ્યારે એક વધારે પ્યાદું (એટલે કે એક વધારે વર્ષ) ખતમ થઈ જાય, ત્યારે એ ‘કેક’ કાપીને એની બેધડક ઊજવણી કરે છે !

8 Comments »

  1. rajul b said,

    December 27, 2011 @ 5:22 AM

    આજ તો માણસ નામના પ્રાણી ની ખુબી છે જે એને જગત ના બીજા પ્રાણીઓ થી જુદો પાડે છે..

    અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
    પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક
    એક પછી એક.
    સુંદર રચના..

    એક એક પળ જેમ જેમ ઓગળતી જાય છે તેમ તેમ જીવન તો ટુંકુ થતું જાયછે પણ એ પળ શાશ્વત થતી જાયછે. સ્મૃતિ માં..
    આમજ અંત સુધી કેક કાપ્યા કરીએ ખાધા કરીએ..અને બેધડક ઉજવણી કરતા રહીએ..

  2. તીર્થેશ said,

    December 27, 2011 @ 6:56 AM

    તા ૨૭ ડિસેમ્બર નો દિવસ એ ‘લયસ્તરો’ ના જન્મદાતા ધવલનો જન્મદિવસ છે…….૨૭ ડિસેમ્બર મિર્ઝા ગાલિબનો પણ જન્મદિવસ છે…….!

  3. Kalpana said,

    December 27, 2011 @ 2:35 PM

    જન્મદિન મુબારક ધવલભાઈ.
    આજનો અનેક વિડમ્બણાઓ માથી પસાર થઈ રહેલો માણસ જન્મદિન આવતા જ ગયેલા દિવસોની યાદ નેવે મૂકી નવી શરુઆત કરવાના સમણાની ઉજવણીરૂપ કેક કાપી આનંદમા આવી જાય છે.

    પોતાને મનાવતો, બનાવતો માણસ એક પછી એક કેક કાપ્યે જાય છે. સુન્દર રચના.આભાર.

  4. Dhruti Modi said,

    December 27, 2011 @ 3:19 PM

    જન્મદિવસની શુભેચ્છા.
    સરસ ગીત.

  5. Sudhir Patel said,

    December 27, 2011 @ 3:28 PM

    સુંદર પ્રસંગોચિત ગીત સાથે ધવલભાઈને જન્મ-દિવસ મુબારક!
    સુધીર પટેલ.

  6. rajul b said,

    December 28, 2011 @ 4:57 AM

    ohh..

    belated happy birthday Dhavalji..

  7. Pushpakant Talati said,

    December 28, 2011 @ 7:05 AM

    સુન્દર, સરસ અને અર્થ-સભર તેમજ પ્રાસબન્ધ રચના – વાંચતા ની સાથે જ ગમી જાય તેવી આ રચનાં ઘણી જ ગમી .
    વળી તે પણ કોઈનાં જન્મદિન નિમિત્તે હોય પછી તો પુછવું જ શું ?
    તિર્થેશભાઈ દ્વારા તેમની COMENT થી જાણ્યું કે ;-
    “તા ૨૭ ડિસેમ્બર નો દિવસ એ ‘લયસ્તરો’ ના જન્મદાતા ધવલનો જન્મદિવસ છે…”
    અને – “.૨૭ ડિસેમ્બર મિર્ઝા ગાલિબનો પણ જન્મદિવસ છે…….!” તો પછી હું મારી ફરજ કેમ કરીને ચુકી શકું ?
    ધવલભાઈ , આપને VERY_VERY HAPPY BIRTH DAY. અને મુરબ્બી મિર્ઝા સાહેબ ને પણ I MUST WISH SO .

  8. વિવેક said,

    December 28, 2011 @ 7:38 AM

    જન્મદિવસની શુભકામનાઓ, દોસ્ત!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment