અમે ઢાઈ આખરને પૂર્ણાંક લેખ્યા,
અમારી ગણતરી વિષમઘાત થઈ છે.
વિવેક મનહર ટેલર

માગણી – હરીન્દ્ર દવે

જે માગતો નથી,
એની જ માગણી પ્રચંડ હોય છે,
જે મેળવતો નથી
એને જ સૌથી વધુ મળે છે;
જે ફરતો નથી
એની જ યાત્રા કબૂલ થાય છે;
જે ભૂલો કરે છે
એની સમક્ષ ક્ષમાનો પારાવાર છે;
જે ઊભો છે
એની જ ગતિનો મહિમા છે.

 

આ કાવ્ય જાણે Lao Tzu લિખિત ‘ Tao Te Ching ‘ નું હોય તેવું લાગે છે !

8 Comments »

  1. વિવેક said,

    December 26, 2011 @ 7:34 AM

    ક્યા બાત હૈ ! થોડામાં ઘણું !!

  2. praheladprajapatidbhai said,

    December 26, 2011 @ 8:57 AM

    જે ઊભો છે
    એની જ ગતિનો મહિમા છે.
    સરસ્

  3. vijay joshi said,

    December 26, 2011 @ 9:00 AM

    complexity wrapped neatly in simplicity!

    મારું લખેલું અછાંદસ યાદ આવે છે તે મુકું છું.

    શોધી સંપત્તિ
    મળી આપત્તિ
    શોધ્યું સુખ
    મળ્યું દુખ
    છોડ્યું શોધવાનું
    મળી ગયું બધું

    વિજય જોશેી

  4. Dhruti Modi said,

    December 26, 2011 @ 9:42 AM

    ઉપનિષદની ટૂંકી ગૂઢ વાણી જેવી આ નાનકડી કવિતા ગમી.

  5. pragnaju said,

    December 26, 2011 @ 12:53 PM

    જે ઊભો છે
    એની જ ગતિનો મહિમા છે.
    સુંદર
    મને પ્હેલાં એવો અનુભવ થયો છે ;પથ ગતિ
    સ્વયંય ખેંચી ગૈ’તી ઘર વગરને દેશ, ઘરથી!

  6. P Shah said,

    December 26, 2011 @ 10:30 PM

    જે ઊભો છે
    એની જ ગતિનો મહિમા છે.

    આ રચનાનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો પડે.

  7. Rina said,

    December 27, 2011 @ 5:04 AM

    વાહ…

  8. sweety said,

    December 27, 2011 @ 6:16 AM

    બહુ સરસ,આ કલ્પના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment