રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
કિરીટ ગોસ્વામી

ગઝલ- રઇશ મનીઆર

છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે

પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે

ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે

કોશિશ ન કર કે ક્ષણક્ષણ ઉપર તારી હો અસર
તું પણ ક્ષણોને ખુદ પર અસર છોડવા ન દે

11 Comments »

 1. praheladprajapatidbhai said,

  December 25, 2011 @ 5:43 am

  છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
  રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે
  સરસ્

 2. Maheshchandra Naik said,

  December 25, 2011 @ 10:02 am

  દર્દીલી ગઝલ,શ્રી રઈશભાઈન અભિનંદન……….

 3. Harnish Jani said,

  December 25, 2011 @ 11:48 am

  આ ગઝલકાર મન હમેશા મરીઝની યાદ અપાવે છે. આજ્કાલ લખાતી ગઝ્લોમા’ રઈશ તાજગી ભરી દે છે. જે મને ગમે છે.

 4. pragnaju said,

  December 25, 2011 @ 2:10 pm

  સરસ ગઝલ
  ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
  મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે
  આ શેર વધુ ગમ્યો

 5. Dhruti Modi said,

  December 25, 2011 @ 3:26 pm

  ચાર જ શે’રની સુંદર ગઝલ.

 6. Chandrakant Lodhavia said,

  December 25, 2011 @ 7:54 pm

  ગઝલ- રઇશ મનીઆરDecember 25, 2011 at 1:26 am by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર. સુંદર ગઝલ. જીવન ની અંતિમ પળ અને ત્યાર બાદ પણ સાચવી રાખના સબંધો માટે ની ખૂબ ગુઢ વાત. ખૂબ ગમી.

  પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
  પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે

  મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
  મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
  તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
  ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.

 7. વિવેક said,

  December 26, 2011 @ 7:33 am

  સુંદર ગઝલ…

 8. ડેનિશ said,

  December 26, 2011 @ 8:18 am

  ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
  મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે.
  -સુંદર શૅર…
  સુંદર ગઝલ…

 9. dhaval soni said,

  December 27, 2011 @ 2:35 am

  ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
  મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે
  આ શેર અફલાતુન છે…..

  ખુબ જ સરસ ……

 10. Rina said,

  December 27, 2011 @ 4:59 am

  ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
  મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે….awesome..

 11. Gaurav said,

  December 30, 2011 @ 12:41 pm

  wahhh…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment