છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
ગની દહીંવાલા

ગઝલ – કિસન સોસા

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.

કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા !
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા.

ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.

હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા.

પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.

– કિસન સોસા

3 Comments »

 1. વિવેક said,

  December 16, 2011 @ 12:10 am

  કઠિન કાફિયા સાથે કામ પાર પાડવામાં ગઝલ થોડી કૃટક બની હોય એવું લાગે છે. છતાં આ બે શેર વધુ ગમ્યા:

  ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
  તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.

  પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
  ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.

 2. vijay joshi said,

  December 16, 2011 @ 9:02 am

  કવિ રોબર્ટ ફ્રોસ્ટ
  (કેનેડીના ગમતા એવા જાણીતા અમેરિકન કવિ)
  કહી ગયા છે.
  to write a poem without rules is like
  playing tennis without the net!!
  પણ એ પણ એટલુંજ ખરું કે લેબલ અપને
  આપ્યા છે, વિચારોને લેબલ નથી હોતા
  ઘણી વખત ઉત્તમ કલ્પનાને વિચારોમાં
  મારી મચોડીને બેસાડો તો એનું “દિલ” એમાં
  રહેતું પણ નથી.

 3. Dhruti Modi said,

  December 16, 2011 @ 5:09 pm

  સુંદર વિચારોથી સભર સુંદર ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment