જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી
-ટેરેન્સ જાની ‘સાહેબ’

જીવનની સાંજ છે ઢળી રહી – રવિશંકર ઉપાધ્યાય

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

– રવિશંકર ઉપાધ્યાય

1 Comment »

  1. jayshree said,

    May 24, 2007 @ 2:07 AM

    કવિ શ્રી રવિશંકર ઉપાધ્યાયની રચનાઓનો બ્લોગ : એમના પુત્ર ડો. જગદીશ દ્વારા સંચાલિત :
    http://ravi-upadhyaya.blogspot.com/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment