સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

કબૂલાત – ‘આદિલ’ મન્સૂરી

હા, કબૂલ્યું હું,
નામ બદલી
મૌનનાં કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છદ્મવેશે.

છંદના ખંડેરમાં બેસું કદી
ભાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.

હાઇકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારી દઉં ગઝલના કાનમાં
એકેક ચપટા શબ્દના પોલાણને
અંદર જઇ, જોઉં, તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઇને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.

હા! કબૂલ્યું. ગુપ્તચર હું.

‘આદિલ’ મન્સૂરી

જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
આ સરસ કાવ્યમાં તે વાત તેમણે કબૂલી છે.
પણ કેવી રીતે ? અને કેવા ગુપ્તચર? !
આદિલજી! અમને પણ આ વિદ્યા શીખવશો?

4 Comments »

 1. Pinki said,

  September 20, 2007 @ 3:01 pm

  ખૂબ જ સુંદર………….

 2. M.G. Raval. said,

  September 28, 2007 @ 1:27 pm

  વાહ વાહ …… ખુબ સુ’દર …. ક્યા બાત કહિ.

 3. COL G T PARIKH said,

  October 22, 2007 @ 1:47 pm

  WHAT A LUCK ? READ “KABULAT” ALSO TODAY! ‘WAQTKE GULAM HAIN HAM SAB- SAMAYNA PYADAN !’ ” CIRCUMSTANCES ARE THE SUPREME.”

 4. ‘આદિલ’ મન્સુરી « ગુજરાતી સારસ્વત પરિચય said,

  November 8, 2008 @ 4:17 pm

  […] જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું. તે ઘટનાની પાર્શ્વ ભૂમિકામાં રચાયેલી રચના વાંચો. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment