જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…
– વિજય રાજ્યગુરુ

…….અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

8 Comments »

  1. Milind Gadhavi said,

    December 4, 2011 @ 1:54 AM

    અનુવાદમાંથી પહેલો અને ચોથો શેર..

    ઉફક પર ખૂબસૂરત પલ દિખાકર હમકો દૌડાયા
    દિલોં મેં ખ્વાહિશોં કા બન છુપાકર હમકો દૌડાયા

    પહાડોં કી બુલન્દી પર કભી નીચે કી વાદી મેં,
    સરેશામે બહારાં ગુલ ખિલાકર હમકો દૌડાયા

    અનુવાદક – સલીમ પટીવાલા

  2. Pancham Shukla said,

    December 4, 2011 @ 4:40 AM

    વાહ, મનોજ ખંડેરિયાની ખૂબ જાણીતી ગઝલ.

    અમર ભટ્ટના સ્વરમાં આ ગઝલ સાંભળવાની પણ મઝા માણવા જેવી છે.

  3. kishoremodi said,

    December 4, 2011 @ 7:04 PM

    સુંદર ગઝલ અને આભાર પંચમ શુક્લનો

  4. pragnaju said,

    December 4, 2011 @ 10:12 PM

    મસ્ત ગઝલ માણવાની મઝા રહી
    હવે આઠમા વર્ષે ઘણી ખરી રચનાઓ મૂકાય તેવી આશા

  5. વિવેક said,

    December 5, 2011 @ 12:16 AM

    સુંદર ગઝલ.. અનુવાદના બે શેર અને અમર ભટ્ટનો વિડિયો માણવોપણ ગમ્યો…

  6. C.T.PRAJAPATI said,

    December 5, 2011 @ 12:32 AM

    CONGRATULATION ON YOUR 7TH ANNIVERSARY.
    ” LAYSTARO.COM ” Matra laystar nahi pan lay-tal ane sur star banyu chhe….
    lay-tar and sur na uncha stare pahoche evu shubhkamna…..
    From: Dewshree network pvt. ltd. and MITRA (The Digital channel)

  7. mita parekh said,

    December 5, 2011 @ 12:48 AM

    બહુ જ સરસ.

  8. ASMA said,

    May 21, 2012 @ 10:44 AM

    આભાર.ઘણા વખત થી હુ મ.ખ. ની ગઝ્લ સોધતી હ્ટી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment