હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
વિવેક મનહર ટેલર

ભાગ્યમાં જે હોય છે તે થાય છે – ‘આદિલ’ મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

‘આદિલ’ મન્સૂરી

6 Comments »

 1. વતનની ધુળથી માથું ભરી લઉં ..... « કાવ્ય સુર said,

  May 18, 2007 @ 4:30 am

  […] કમસે કમ આપણે એટલું કહીને અટકી તો ન જ જઇએ કે. ‘દુઃખ પડે છે તેનો ‘આદીલ’ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે.‘! […]

 2. પંચમ શુક્લ said,

  May 18, 2007 @ 6:01 am

  આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા….
  આદરણીય આદિલ સાહેબને
  જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.

 3. વિવેક said,

  May 18, 2007 @ 8:11 am

  સુંદર ગઝલ…. જનાબ આદિલ મન્સૂરીને “લયસ્તરો” ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

 4. Sangita said,

  May 18, 2007 @ 11:28 am

  સુન્દર ગઝલ મૂક્વા બદલ ખૂબ ખૂબ આભાર!

  આદિલભઈ મન્સૂરીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા!

 5. PRAGATI BHAVSAR said,

  May 31, 2008 @ 3:23 pm

  બહુ જ સરસ છે.

 6. બ્લોગર આચાર સંહિતા « વિજયનુ ચિંતન જગત said,

  February 17, 2009 @ 12:53 pm

  […] દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે. http://layastaro.com/?p=753 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment