ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

સૂરતમાં પોપટ બોલે – નયન દેસાઈ

એવા ટહુકાવત્ બનતા બનાવ બનાવ
સૂરતમાં પોપટ બોલે
હવે સોનાનું પાંજરું ઘડાવ ઘડાવ
સૂરતમાં પોપટ બોલે

બાઈ! મારે લીલાં પીંછાંને ઝીણું આભ, આંખોથી ઝરમર ઝરે
મેં તો વાસંતી પગલાંને સૂંઘ્યાં ને કંકુની ખરખર ખરે
ફૂલ ફેંકીને ઝાકળ ઉઠાવ ઉટાવ
સૂરતમાં પોપટ બોલે

બાઈ! મેં તો કળીઓના પગરવને સાંભળ્યો ને પાંદડાઓ છાંયો કરે
આંગણે આવેલા અવસર આ કેવા કે,
પંખી ખુદ પારધીનો પીછો કરે
તારી આંખની કટારી લગાવ લગાવ
સૂરતમાં પોપટ બોલે

– નયન દેસાઈ

નયનને કલ્પનોનું વરદાન છે. સામાન્ય કવિ પોપટ-પાંજરું-ફૂલ-ઝાકળ-પંખી-પારધી એવા કલ્પનો વાપરે તો ચવાઈ ગયેલા લાગે પણ અહીં એના એ જ કલ્પનો મઝાના ખીલી ઊઠે છે. ગીત શું કહે છે એ સમજાય પહેલા જ આ ગીતની મીઠાશ, એનો માહોલ તમને અડકી લે છે.

6 Comments »

 1. વિવેક said,

  December 1, 2011 @ 1:48 am

  સુંદર !

 2. praheladprajapatidbhai said,

  December 1, 2011 @ 7:59 am

  સુન્દર

 3. Dhruti Modi said,

  December 1, 2011 @ 4:22 pm

  વાહ્ અદ્ભૂત!!!!!!!

 4. pragnaju said,

  December 1, 2011 @ 4:44 pm

  સુંદર
  પંખી ખુદ પારધીનો પીછો કરે
  તારી આંખની કટારી લગાવ લગાવ
  સાંપ્રત સમયમાં ઘણી જગ્યાએ સૂરતમાં પોપટ બોલે
  ગું જે………………………
  “દિવાના મુઝસા નહી ઇસ અંબર કે નીચે…
  આગે હૈ કાતિલ મેરા, ઔર મેં પીછે પીછે

 5. kishoremodi said,

  December 1, 2011 @ 6:43 pm

  સરસ મઝાનું ગીત

 6. Lata Hirani said,

  December 2, 2011 @ 11:38 am

  સરસ ગીત છે પણ

  ‘બાઈ’ અને ‘કળીઓના પગરવ’ જેવા શબ્દો સાથે કેવી રીતે આવે ? આખુ વાતાવરણ નથી બદલી જતુ, નયનભાઇ ?

  લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment