અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
નયન દેસાઈ

ગઝલ – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

– દિલીપ પરીખ

સરળ બાનીમાં લખાયેલી સુમધુર ગઝલ… ધુમ્મસ અને તડકાનું આવું સરસ સંયોજન ક્યાં વધારે કવિતાઓમાં જોવા મળે છે? આવી ગઝલ હોય તો ગઝલ અને આપની વચ્ચેથી હું ત્વરિત ગતિએ હટી જાઉં એ જ સારૂ…

6 Comments »

  1. ધવલ said,

    May 27, 2007 @ 10:39 PM

    તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

    – સુંદર ગઝલ !

  2. jayshree said,

    May 28, 2007 @ 12:41 AM

    અરે વાહ…. આ તો મારી એકદમ ગમતી પંક્તિઓ…
    મને તો આના ફક્ત ૨ શેર ખબર હતા, એટલે આજ સુધી તો માનતી હતી કે આ એક મુક્તક છે.

    શરદ ઠાકરની એકાદ વાર્તાના શિર્ષકમાં જ્યારથી વાંચી ત્યારથી ખૂબ જ ગમે છે.

    આખી ગઝલ આપવા બદલ આભાર, દોસ્ત.

  3. UrmiSaagar said,

    May 28, 2007 @ 10:26 PM

    સુંદર ગઝલ… મારી પણ ઘણી પ્રિય છે… અત્યાર સુધી બધા જ શેર છૂટાછવાયાં જ વાંચ્યા હતા, એટલે ખબર જ ન્હોતી પડતી કે આખી ગઝલમાં કેટલા શેર છે અને કયા ક્રમમાં આવે છે… પણ હવે બરાબર ખબર પડી ગઇ!

    આભાર વિવેક!!

  4. wafa said,

    August 8, 2007 @ 3:02 PM

    વાહ,કયા બાત હૈ?
    હમભી કુછ અર્જ કરદેં
    જો બની શકેતો અફવાઓ લખ મને.
    જૂઠ રણકાવતા ફકરાઓ લખ મને.

    યારની વાતો સહુ પ્યારી છે અમુને,
    હોય તારા કોઇ લફરાઓ લખ મને.
    વફા

  5. Chetan framewala said,

    July 27, 2009 @ 2:47 AM

    ધબકાર-મુંબઈ ની ૧૯.૦૭.૦૯ ના મારા ઘરે યોજયેલ કાવ્ય ગોષ્ઠીમાં શ્રી દિલિપભાઈ પતરીખે આ ગઝલ વાંચી હતી અને ગોષ્ઠીનું સંચાલન પણ કર્યું હતું.
    કવિશ્રીના મુખે આ ગઝલ માણો.

    જય ગુર્જરિ,ચેતન ફ્રેમવાલા

  6. Rina said,

    December 28, 2011 @ 2:42 AM

    wwwwaaaahhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment