સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
વિવેક મનહર ટેલર

ગઝલ – અકબરઅલી જસદણવાલા

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

– અકબરઅલી જસદણવાલા

6 Comments »

 1. jayshree said,

  May 13, 2007 @ 3:45 pm

  અરે વાહ વિવેકભાઇ… ખૂબ જ સરસ શબ્દો સાથેની સુંદર ગઝલ… બધા જ શેર ગમી ગયા

  પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું…..
  પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું…..

  મજા આવી ગઇ….. 🙂

 2. ધવલ said,

  May 15, 2007 @ 10:24 pm

  સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
  વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

  – સરસ ! સશક્ત ગઝલ !

 3. હેમંત પુણેકર said,

  April 5, 2008 @ 1:43 pm

  પ્રિય વિવેકભાઈ,

  ડૉ. એસ. એસ. રાહી અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન” સંપાદિત “અમર ગઝલો” પુસ્તકમાં આ ગઝલ વાંચી અને એટલી સશક્ત લાગી કે આપને લયસ્તરો પર એને સમાવવા માટે mail લખવાનો જ હતો. પણ પહેલા થયું કે લાવ એકવાર તપાસી જોઉં. ૧૦૦૦ ગઝલોથી શોભતા આ ગુલદસ્તામાં આ ગુલ કદાચ પહેલેથી મોજૂદ હોઈ શકે. And I was so right!

  ફક્ત ત્રીજા શેરમાં અહીં એક typo છે એની તરફ ધ્યાન દોરીશ. આ શેર જીવવો કેટલો અઘરો છે એ રૂપના રસને માણનારો દરેક જણ જાણે જ છે.

  મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
  નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું

 4. Pinki said,

  April 5, 2008 @ 10:26 pm

  વાહ્…..!!

  ખૂબ સુંદર ભાવ અને રચના,
  દરેક શેર સરસ….
  વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

 5. દર્શન કરી લઉં છું – ‘અકબરભાઈ’ જસદણવાલા | "મધુવન" said,

  January 6, 2011 @ 7:31 pm

  […] Fun_4_Amdavadi_Gujarati વિચાર જગત Webમહેફિલ કવિલોક લયસ્તરો ગુજરાત સેન્ટર હજુ પણ ઘણી જગ્યાએ આ ગઝલ […]

 6. poonam said,

  February 28, 2012 @ 2:29 am

  મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
  નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.
  – અકબરઅલી જસદણવાલા – ek se badha kar ek.. kyaa baat he.. thnx a lot 4 tht sir..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment