તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
વિવેક મનહર ટેલર

ગીત – પન્ના નાયક

શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
ડાબી જમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે

કંઈ ફૂટ્યું છે: કંઈક તૂટ્યું છે,
ગાંઠ પડી છે ઝીણીઝીણી
એકમેકનો દોષ બતાવે :
સૂર્યપ્રકાશમાં વીણીવીણી

વાંસો જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે

મરી ગયેલા સંબંધ સાથે
હસી હસીને જીવવાનું છે
પોત જ્યાં આખું ફાટી ગયું ત્યાં
ટાંકા મારી સીવવાનું છે

રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે

-પન્ના નાયક

4 Comments »

 1. કસુંબલ રંગનો વૈભવ said,

  May 13, 2007 @ 12:39 am

  શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
  ખરેખર સુંદર ભાવાભિવ્યક્તિ…આભાર……

 2. JayShree said,

  May 14, 2007 @ 1:02 pm

  મરી ગયેલા સંબંધ સાથે
  હસી હસીને જીવવાનું છે
  પોત જ્યાં આખું ફાટી ગયું ત્યાં
  ટાંકા મારી સીવવાનું છે

  excellent….
  મૃતઃપ્રાય સંબંધનું સચોટ વર્ણન.

 3. ધવલ said,

  May 15, 2007 @ 10:30 pm

  શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
  ડાબી જમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે

  – જબરજસ્ત ઉપાડ !

 4. kanchankumari parmar said,

  October 28, 2009 @ 5:28 am

  કહિયુ તમે ત્યા ત્યા વરસિ છુ,સાવ કોરિ અને તરસિ છુ, લાગણિ ના પુર સાથે સામે પાર તરિએ છુ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment