આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અનિલ ચાવડા

કોઈ કારણ પુછે તો કહું ખાસ છે ! – તુષાર શુક્લ

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

– તુષાર શુક્લ 

આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.

8 Comments »

 1. jayshree said,

  May 9, 2007 @ 12:31 am

  હસ્તાક્ષરમાં સ્વરબધ્ધ તુષાર શુક્લની બધ્ધી જ રચનાઓ એક થી એક ચડિયાતી છે. મારુ ચાલે તો દરેક રચના ટહુકો પર મુકી દઉં 🙂

  મારું ખુબ જ ગમતું ગીત..

 2. વિવેક said,

  May 9, 2007 @ 2:00 am

  “હસ્તાક્ષર”ના સમગ્ર સંપુટમાં કદાચ સૌથી વધુ સુંદર રીતે સ્વરાંકિત થયેલી આ રચના છે… જેટલી વાર સાંભળો એટલી વાર વરસાદમાં ભીંજાવું અને વિરહની કોરપ એકસાથે અડતી હોય એવું લાગે… ગાયિકાના ગળામાં કોઈ રણતરસ્યું ચાતક આવી બેઠું હોય એવી તડપ છે જાણે !

 3. પંચમ શુક્લ said,

  May 9, 2007 @ 1:45 pm

  તુષાર શુક્લ અને વિનોદ જોશી બેન્નેને રચનાઓ નારી સંવેદનાઓને બહુ સરસ રીતે ઝીલે છે.
  આ બેન્ને કવિઓ- ગુજરાતી સાહિત્યમાં કવિયત્રીઓના પાંખા પ્રતિનિધિત્વને સુપેરે આચ્છાદે છે.

  પંચમ શુક્લ

 4. sandeep trivedi said,

  February 23, 2008 @ 6:59 am

  ખૂબ સરસ રચના છે .જો તુષાર ભાઈ નિ આ રચના સાભળવા મળિ જાય તો મજા આવિ જાય્ .
  શુક્દેવ પંડ્યાજી કવિતા ” ભિંતે ચિતરેલા રુડા ગરવા ગણેશ ” અંહિ મૂકવા વિનંતી.

 5. પ્રતિક ચૌધરી said,

  August 31, 2008 @ 12:08 am

  સ્નેહ આપનો ખુબખુબ આભાર.

 6. Angel Dholakia said,

  May 14, 2009 @ 4:39 am

  I just love this song!really
  I REALLY LOVE THIS SONG.
  મેં આ ગીત સ્વર-બધ્ધ થયેલું સાંભળ્યું છે.ખરેખર તો “પીધું છે” એમ કહું તો ચાલે.
  thanks.

 7. લયસ્તરો » યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ said,

  December 18, 2009 @ 9:01 am

  […] ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ […]

 8. Hakan said,

  December 13, 2015 @ 9:00 pm

  Such a deep anresw! GD&RVVF

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment