પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

દીવો કરજો – જ્યોતિ હિરાણી

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો

આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો

– જ્યોતિ હિરાણી

આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…

12 Comments »

 1. મીના છેડા said,

  November 5, 2011 @ 3:18 am

  ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
  કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો – વાહ!!!

 2. jagdip said,

  November 5, 2011 @ 5:13 am

  સુંદર…અતિ..સુંદર..

 3. Anal Shah said,

  November 5, 2011 @ 9:04 am

  ખરે ખર ખુબ સુન્દર રચના છે.

 4. pragnaju said,

  November 5, 2011 @ 10:37 am

  આધ્યાત્મિકભાવપ્રધાન સુંદર ગઝલ
  આ પંક્તી વધુ ગમી
  આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
  સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો

  શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
  લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો
  યાદ અમારું ભજન
  ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
  સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
  કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
  તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
  ઝાંખો ઝાંખો…
  પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
  રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
  જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
  ઝાંખો ઝાંખો…
  શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
  નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે

 5. Vipin Shah said,

  November 5, 2011 @ 2:01 pm

  ‘ગાઢું અંધારું’, ‘ઝાંખુ ધુમ્મસ’, ‘પડછાયાઓ’, ‘પગ વાળી બેઠું જે આંખોમાં’,’મૌનનું પંખી’ આ બધા શબ્દો મા મને તો આ ગઝલ મા મ્રુત્યુ નો ઓછાયો દેખાય છે. “મારી આંખે કંકુ ના સુરજ આથમ્યા…” ની યાદ આવી ગઈ. ખુબજ ગહન્ અભિવ્યકતિ. કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું ખરેખર દુષ્કર
  છે.

 6. sudhir patel said,

  November 5, 2011 @ 2:50 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 7. jyoti hirani said,

  November 5, 2011 @ 3:18 pm

  લયસ્તરો પર મારેી ગઝલ મુક્વા બદલ આભાર વિવેકભાઈ.

 8. Sandip Bhatia said,

  November 5, 2011 @ 11:36 pm

  ખૂબ સુંદર ગઝલ ! એકે એક શેર બેદાગ મોતી સમો.
  Most appropriate ટિપ્પણી. અભિનંદન !

 9. મીના છેડા said,

  November 5, 2011 @ 11:45 pm

  જોગાનજોગ ગઈકાલની સવારે અહીં આ ગઝલ આસ્વાદ માણ્યો અને રાત્રે એમને સાંભળીને ….:)

 10. mita parekh said,

  November 7, 2011 @ 8:09 am

  બહૂ જ સરસ..

 11. Lata Hirani said,

  November 8, 2011 @ 1:04 am

  સાચ્ચોસાચ્ચ દીવો પ્રગટી જય છે…

  લતા હિરાણી

  નોઁધ ઃ મે બીજી વાર (નવા લિસ્ટમા) સબસ્ક્રાઇબ કર્યુ છે તોય મને લયસ્તરોની પોસ્ટ કેમ નથી મળતી ?

 12. ગૌરાંગ ઠાકર said,

  November 26, 2011 @ 10:40 am

  બહુ જ સરસ ગઝલ…વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment