દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

दोनों जहान तेरी…. – ફૈઝ અહમદ ફૈઝ – હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબ્બતમાં હારીને
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

 

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीरां है मैकदा ख़ुमो-साग़र उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के

इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के

दुनियां ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा जो दिये थे वो आज फ़ैज़
मत पूछ वलवले दिले-नकर्दाकार के

 

બેગમ અખ્તરના કંઠે અદભૂત રીતે ગવાયેલી આ ગઝલ સાંભળીને nostalgia માં અનાયાસ જ સરી જવાય છે. ફૈઝ અહમદ ફૈઝનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘ सारे सुखन हमारे ‘ હવે ઉપલબ્ધ છે.

11 Comments »

  1. neerja said,

    October 16, 2011 @ 7:07 AM

    translation karta original vaachvani vadhare majha aavi. . would love to listen to it too. 🙂

  2. maya shah said,

    October 16, 2011 @ 10:15 AM

    ખુબ સુન્દર.

  3. pragnaju said,

    October 16, 2011 @ 10:15 AM

    ફૈઝ સા’બને સોવિયેત રશિયાએ લેનિન શાંતિ પુરસ્કાર અર્પણ કરેલો. વળી, તેમને નૉબલ પુરસ્કાર

    માટે પણ પસંદ કરવામાં આવેલાં એવાની ખૂબ સ રસ ગઝલનો ભાવભર્યો સુંદર અનુવાદ
    ………………………………………………
    दिल में एक ल़हेर सी उठी हैं अभी – YouTube

    માણી શકશો

  4. Dhruti Modi said,

    October 16, 2011 @ 4:17 PM

    ફૈઝસાહેબની ફારસી ગઝલ માટે શું કહું ? બસ ‘વાહ’, ‘વાહ’ !!!
    અનુવાદ પણ મઝાનો થયો છે.

  5. ધવલ said,

    October 16, 2011 @ 7:30 PM

    दुनियां ने तेरी याद से बेगाना कर दिया
    तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

    એ બહુ ખરી વાત છે !

  6. Sudhir Patel said,

    October 17, 2011 @ 1:54 PM

    ફૈઝ સાહેબની બેનમૂન ગઝલ માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  7. વિવેક said,

    October 19, 2011 @ 1:44 AM

    ફૈઝની ગઝલનો અનુવાદ કરવામાં ગીતકવિ હરીન્દ્ર દવે ઉણા ઉતર્યા હોય એમ લાગે છે. ગઝલની મૂળભૂત શરત કાફિયા અને રદીફ જ જળવાયા નથી એટલે આ અનુવાદને ગઝલ કહેવું કદાચ યોગ્ય નથી… ગુજરાતીમાં ગુનાહ અને દિલફરેબ શબ્દ પણ જામતા નથી. વળી રોજગારનું ગુજરાતીકરણ રોજરોજ પણ યોગ્ય નથી લાગતું…

  8. Pinki said,

    October 19, 2011 @ 8:04 PM

    સુંદર ગઝલ… !
    કોઇ પણ મૂળ કૃતિ અને તેના અનુવાદ વાંચતા , તે બે વચ્ચે થોડોક તફાવત હોય છે. જે ભાવ વિશ્વ કવિ રચી શકે તે અનુવાદમાં કયાંથી હોય ? એટલે જ વૅબમહેફિલ પર આ ગઝલ મૂકી ત્યારે ફૈઝ સા’બની original ગઝલ કુણાલભાઈની મદદથી શોધીને મૂકેલી.

  9. તીર્થેશ said,

    October 20, 2011 @ 2:32 AM

    i agree with vivek.

  10. dr.ketan karia said,

    October 21, 2011 @ 10:30 AM

    લયસ્તરોની કેટલીયે પોસ્ટ વાંચી….આ પહેલી વખત વાહ સહજતાથી નહીં કહીં શકુ…

  11. daxu said,

    November 9, 2011 @ 1:28 PM

    दुनियां ने तेरी याद से बेगाना कर दिया
    तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment