ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

કોણ પૂછે છે ? – કૈલાસ પંડિત

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

6 Comments »

  1. વિવેક said,

    May 1, 2007 @ 2:46 AM

    સોળ આના સાચી વાત… બાકી ભગવાનને ય પૂછવા કોણ નવરું છે આજે?

  2. Harry said,

    May 2, 2007 @ 6:58 AM

    એકદમ સાચી વાત છે..

  3. jayesh mehta said,

    July 14, 2007 @ 7:23 PM

    Vivekbhai,

    pls provide me kavya of Kailash Pandit – BACHPAN

    I KNOW THE FEW SENTENCE – KYAN KHOVANU BACHPAN MARU KAYAN THI SHODHI KADHO OR IF MANAHAR UDHAS HAS SUNG THEN LET ME KNOW NAME OF ALBUM WOULD BE APPRECIATED.

  4. amit pandya said,

    July 12, 2009 @ 1:11 PM

    મને બચપન ના શબ્દો લખેલા જોઈએ ચે
    એ મલિ શકે?

  5. Manoj Gor said,

    November 10, 2013 @ 8:39 AM

    જીન્દગી ની હકીકત બયન કરી

  6. Rajeshkumar Joshi said,

    January 6, 2024 @ 6:33 PM

    જીંદગી માં કઈ પણ શીખવા જેવું છે,
    તો સહન કરવાની શક્તિ અને ઉદાર પ્રતિભા ની છબી ઉભી કરજો. અન્ય કઈ પણ શીખવા જેવું છે તો બાજુના ઝુપડાઓ પડો પણ ઘર બનાવી આપજો. અન્ય થા તમારી પોતાની માનસિકતા ને તમારી જ ઓલાદ ભૂલ સમજ સે અને તમારા લીધે તમારી આવનારી પેઢીઓ ને નીચું જોવાનું થશે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment