ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

ગમતાનો ગુલાલ – નીલમ એચ. દોશી

નીલમ દોશી નામથી નેટ-ગુજરાતીઓ અણજાણ નથી. પરમ સમીપે બ્લૉગ પર એ સતત શબ્દોની સુવાસ પાથરતા રહે છે. તાજેતરમાં જ નેટ-ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી એક ઘટનાએ આકાર લીધો છે અને એ છે નીલમ દોશી લિખિત બાળનાટિકાઓના પુસ્તક “ગમતાનો ગુલાલ”નું પ્રકાશન. ચોથા ધોરણથી દસમા ધોરણના બાળકો ભજવી શકે એવા મજાના સાત પ્રહસનો જાણે કે એક સાત રંગનું મેઘ-ધનુષ રચે છે. સામાન્યરીતે નાટકો લખાયા પછી ભજવાતા હોય છે, પરંતુ આ પુસ્તિકાની ખાસ વિશેષતા એ છે કે આ બધા જ નાટકો ભજવીને લખાયા છે. વર્ષો સુધી ભજવતા-ભજવતા લખતા જવાયેલા આ નાટકો એમના જ નિર્દેશનમાં બાળકોએ સફળ રીતે ભજવ્યા પછી આ પુસ્તકનો પિંડ બંધાયો હોવાથી નાટક લખવા અને ભજવવાની વચ્ચે જે અડચનો ઉપસતી હોય છે એની અપેક્ષા મુજબની ગેરહાજરી અહીં નાટકોને સરળ પ્રવાહિતા બક્ષે છે. હાસ્યરસ, કરુણરસ, દેશભક્તિ, ભણતરનો ભાર, સામાજિક દૂષણો અને જનરેશન-ગેપ જેવા ભારી વિષયોને સજિંદી હળવાશ અપાઈ હોવાથી નાટકો મોટાઓને પણ ગમી જાય એવા છે. એકાદ-બે અપવાદોને બાદ કરતાં નાટકની ભાષા બાળકોએ જ લખી હોય એટલી સુગમ રહી છે જે લેખિકાની સિદ્ધિ. ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પુસ્તિકાના પ્રકાશનમાં રસ દાખવ્યો એ બાબત નાટિકાઓ વિશે એક લીટીમાં ઘણું કહી નાંખે છે. નીલમ દોશીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.

(લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી નીલમ દોશીનો ખૂબ ખૂબ આભાર).

ગમતાનો ગુલાલ – બાળનાટકો (ધોરણ ચારથી દસના બાળકો માટે)
કિંમત : રૂ. 60.
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ- 380001.
લેખિકા : નીલમ દોશી, બંગલા નં-2, ખટાઉ જંકર હાઉસીંગ કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ સૉસાયટી, ધરમનગર સામે, ભોલાવ, ભરૂચ – 392002.
ઈ-મેઈલ : nilamdoshi@yahoo.com

13 Comments »

 1. jayshree said,

  April 29, 2007 @ 1:52 am

  Congratulations, Nilam Aunty…..

 2. હેમંત પુણેકર said,

  April 29, 2007 @ 2:46 am

  નિલમબેન ને હાર્દિક શુભેચ્છા!

 3. Jugalkishor said,

  April 29, 2007 @ 3:51 am

  નાનાં-મોટાં સૌ ખુશ !!

  અભિનંદન.

 4. અમિત પિસાવાડિયા said,

  April 29, 2007 @ 4:15 am

  હાર્દિક શુભેચ્છાઓ આન્ટી…

 5. nilam doshi said,

  April 29, 2007 @ 4:46 am

  ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો.આપની શુભેચ્છાઓ માટે દિલથી આભાર.

  આભાર,વિવેકભાઇ.

 6. chetu said,

  April 29, 2007 @ 6:46 am

  અંતર ની અમી ભરેલી લાગણીઓ થી ખુબ ખુબ અભિનંદન દીદી..!

 7. સુરેશ જાની said,

  April 29, 2007 @ 8:06 am

  આમાંના અડધા મેઁ વાંચ્યા અને ભાવવીભોર થઇ ગયો. જુઇના પાત્રે તો હૈયું હલબલાવી નાંખ્યું.
  ગાંધીજી પાછા આવવાની કલ્પનાવાળા નાટકે પણ હદ કરી નાંખી છે.
  દરેક નાટીકામાં એક નવો જ વીશય છે.
  નીલમબેનમાં આટલી મહાન સર્જન શક્તી છે તે જાણી મન મહોરી ઉઠ્યુ.
  નીલમબેન તમારી કલ્પના શક્તીને છુટો દોર આપી, આવાં સમાજોપયોગી અને તરોતાજા સર્જનો આપતા રહેશો.
  મા ગુર્જરીની આ બહુ જ મોટી સેવા તમે કરી છે.

 8. પંચમ શુક્લ said,

  April 29, 2007 @ 5:50 pm

  નીલમબેનને ખૂબ ખૂબ અભિનંદન- ખાસ બાળકો માટેના સાહિત્ય બદલ.

  અને

  વિવેકભાઈનો આભાર- ‘ગમતાના ગુલાલ’ નું ગુલાલ કરવા માટે.

 9. UrmiSaagar said,

  April 29, 2007 @ 10:04 pm

  ફરીથી તમને ખુબ ખુબ અભિનંદન આંટી… અને હાર્દિક શુભેચ્છાઓ!

 10. ધવલ said,

  April 30, 2007 @ 8:41 pm

  ખૂબ ખૂબ અભિનંદન !

 11. Lata Hirani said,

  May 2, 2007 @ 9:26 am

  વાહ ક્યા બાત હૈ નિલુ… proud of you

 12. Lata Hirani said,

  May 2, 2007 @ 9:28 am

  વાહ ક્યા બાત હૈ નીલુ… proud of you મને બહુ ગમ્યુ…

 13. s.vyas said,

  May 2, 2007 @ 8:17 pm

  અભિનંદન, અને શુભેચ્છાઓ સહિત આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment