તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી
– જવાહર બક્ષી

ત્રિપાદ કુંડળ – જવાહર બક્ષી

જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું

*

ચહેરાના વાદળોમાં
જન્મોજનમનો ફેરો
બસ એકબે પળોમાં

*

વાદળ અજળ સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે

– જવાહર બક્ષી

ત્રણે ત્રિપદીમા વાદળ આવે છે. નાનકડી નાજુક રચનાઓમાંથી અર્થ ધોધમાર વરસતો નથી, ઝરમર ઝરમર ઝરે છે.

6 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    September 28, 2011 @ 1:49 AM

    સરસ ત્રિપદી

  2. Jayshree said,

    September 28, 2011 @ 4:02 AM

    લો કર લો બાત..! થોડીવાર પહેલા જ આજ ના જમાનાની ‘નવરાત્રી’નું પૃથ્થકરણ કરી નાખ્યું..!

    Love it or Leave it – એ મારા પ્રિય શબ્દો છે – પણ બધું જ કંઇ એટલું black & white પણ નથી હોતું..!

  3. pragnaju said,

    September 28, 2011 @ 8:35 AM

    ત્રણે ત્રિપદીમા ગહન વિચારો રજુ કર્યા!
    ચહેરાના વાદળોમાં
    જન્મોજનમનો ફેરો
    બસ એકબે પળોમાં
    જળ એ જીવન છે. ગર્ભમાં બંધાનારા પિંડનું કારણ, એ રજ અને બુંદ જળસ્વરૂપ જ હોય છે. આ જળતત્ત્વ , એ વિભિન્ન ના સમાગમે શ્રાવ્ય બને છે, અને મનુષ્ય યત્ન બાદ રજબીજનું મિલન ઈશ્વર કૃપાથી ફલિત થાય છે.
    ત્રણ પ્રકારના ભૌતિક જળ સિવાયના, અદીઠ જળનો વિચાર છે.
    યાદ આવે
    પાની સે મુકતા બિકાત, બડી રાજધાની મોલ,
    પાની સે સિપાઈ જીત કરે સંગ્રામકી.
    પાનીસે ખડગ પર ખડગ હી પડે જાત,
    પાની સે તુરંગ લીયે શોભા તમામ કી.
    પાની સે જીવંત જીવજંત યહ ગરીબ સબ
    પાની સે બનાયી ભાઈ! ભલી ભ્રાંતિ ધામકી
    તો… અરે નર ગ્યાની, તું પાનીકો જતન કરે,
    પાની તે ગયે તે… જીન્દગાની કૌન કામકી?

    જે છે તે માણવાનું……………..

  4. himanshu patel said,

    September 28, 2011 @ 10:39 AM

    વાદળ આકાર અનાકાર એકજ સમયે છે, પરિવર્તનશીલ પદાર્થ છે તેથી એના ત્રણેવ સ્વરુપો સંદિગ્ધ છે અહીં.સરસ પસંદગી.

  5. ધવલ said,

    September 28, 2011 @ 11:08 AM

    બહુ સરસ વાત કરી પ્રજ્ઞાબેન …

  6. shriya said,

    September 28, 2011 @ 9:54 PM

    જે છે તે માણવાનું
    પૃથક્કરણ ન કરવું
    વાદળ કે ઝાંઝવાનું!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment