સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

ગીતાંજલિ – પુષ્પ:૦૨: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

tagore

When thou commandest me to sing it seems that my heart would break with pride; and I look to thy face, and tears come to my eyes.

All that is harsh and dissonant in my life melts into one sweet harmony—and my adoration spreads wings like a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my singing. I know that only as a singer I come before thy presence.

I touch by the edge of the far-spreading wing of my song thy feet which I could never aspire to reach.

Drunk with the joy of singing I forget myself and call thee friend who art my lord.

–  Shri Ravindranath Tagore

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

-અનુ. વિવેક મનહર ટેલર

આપણી પ્રાર્થના કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ  આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

12 Comments »

 1. Rina said,

  September 24, 2011 @ 4:49 am

  awesome again..:):)…hope to read more of giatanjali translations…

 2. Atul Jani (Agantuk) said,

  September 24, 2011 @ 6:19 am

  શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન

  નવ પ્રકારની ભક્તિમાં એક મિત્ર ભાવ પણ છે. જો કે આ તો નવ મુખ્ય ભાવ કહ્યાં છે બાકી તો ઈશ્વર સાથે અનેકવિધ ભાવે સંવાદ કરી શકાય છે અને ઈશ્વર તેના પ્રત્યુત્તર પણ આપતા હોય છે.

 3. P Shah said,

  September 24, 2011 @ 7:58 am

  સુંદર !

 4. pragnya said,

  September 24, 2011 @ 9:46 am

  ખુબ સરસ્!!!!

 5. Girish Parikh said,

  September 24, 2011 @ 11:30 am

  અ દ ભુ ત !
  શ્રી ગણેશ કરીશ થોડા દિવસોમાં એક નવા ગુજરાતી પુસ્તકના સર્જનના. http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકાત લેતા રહેવા વિનંતી.
  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
  E-mail: girish116@yahoo.com

 6. Maheshchandra Naik said,

  September 24, 2011 @ 11:55 am

  સરસ કાવ્ય અને સરસ ભાવાનુવાદ, આનદ થઈ ગયો………………આભાર…………..

 7. Sudhir Patel said,

  September 24, 2011 @ 12:42 pm

  સુંદર ભાવાનુવાદ.
  સુધીર પટેલ.

 8. Mamta Pandya said,

  September 24, 2011 @ 3:06 pm

  Tagore’s literature is really full of soul and spirituallity.His songs..”aanandloke mangala loke…is amazingly soothing.Loved you traslation.Keep it up.

 9. મીના છેડા said,

  September 25, 2011 @ 10:25 pm

  સરસ રસાનુભૂતિ

 10. Girish Parikh said,

  September 28, 2011 @ 2:32 pm

  શ્રી ગણેશ કર્યા છે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ
  દિવસે ‘વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન’
  પુસ્તકના સર્જનના. મારું ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો
  વિશે રસમય વાંચન’ પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. ‘વિવેકના
  શેરોનો આનંદ’ એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.
  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચો પ્રથમ પોસ્ટઃ ‘વિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’)’. અને એ બ્લોગની મુલાકાત લેતા રહેશો તથા આપના પ્રતિભાવો આપતા રહેશો.

  –ગિરીશ પરીખ

 11. Shivani Shah said,

  October 15, 2017 @ 9:52 pm

  સરસ- ભક્તિરસની સુંદર અભિવ્યક્તિ !

 12. વિવેક said,

  October 16, 2017 @ 1:44 am

  આભાર, શિવાની શાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment