હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

હજી – પ્રવીણ દરજી

હજી
હજી આમ
મારે
આ સોનેરી ચીસો લઇ
ક્યાં સુધી જન્મવાનું છે?

ફ્રોસ્ટ,
સૂતાં પહેલાં
જોજનો દૂર જવાની વાત
વિતથ છે.

અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ વર્ષથી
મારા શબને
કાંધ ઉપર લઇને
અહીંતહીં ફરતાં
હું
બેવડ વળી ગયો છું.

છે કોઇ ડાઘુ ?
ચોર્યાસી લાખ પાળિયામાં
ક્રન્દી ક્રન્દી
વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે
એવી કરુણપ્રશસ્તિના નાયક
મારે
નથી થવું.

પ્રવીણ દરજી

વિતથ – તથ્ય વિનાનું, અસત્ય

પ્રવીણ દરજી લુણાવાડાની કોલેજના નિવૃત્ત અધ્યાપક છે અને કવિ અને નિબંધ લેખક છે.
 

3 Comments »

 1. પ્રવીણ દરજી, Pravin Darji « ગુજરાતી સારસ્વત પરિચય said,

  April 18, 2007 @ 4:16 am

  […] # એક કવિતા […]

 2. Moti Prajapati said,

  September 9, 2009 @ 12:40 am

  Only one comment He hed ‘VAGISHA’

 3. Harshavadan said,

  January 5, 2011 @ 2:58 am

  શબ્દ ના મહારથિ ને મળવાનો અવસર મળ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment