આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

રાખજો – હેમંત ધોરડા

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

– હેમંત ધોરડા

અશક્ય છે એને ભૂલી જવું જે સ્પર્શ, સાંજ, જળ, પવન, શબ્દ અને મૌનમાં સહજ ભળી ગયું હોય.

16 Comments »

 1. neerja said,

  September 20, 2011 @ 12:39 am

  very true. . very good

 2. mehul said,

  September 20, 2011 @ 1:06 am

  ખુબ જ સુન્દર્,

 3. Rina said,

  September 20, 2011 @ 1:30 am

  awesome………

 4. manoj said,

  September 20, 2011 @ 3:10 am

  કદિ કોસ થિ……….અફ્લાતૂન્

 5. urvashi parekh said,

  September 20, 2011 @ 4:27 am

  સરસ અને સુન્દર અને ઋદય્સ્પર્શી

 6. વિવેક said,

  September 20, 2011 @ 7:34 am

  લલગાલગા લગાલગા ના બે આવર્તનોવાળી મજેદાર ગઝલ… આ છંદમાં આ અગાઉ કોઈ ગઝલ વાંચી હોવાનું સ્મરણ નથી… વાહ જનાબ !!

 7. ધવલ said,

  September 20, 2011 @ 8:57 am

  પ્રખ્યાત ગઝલ मैं ख्याल हूँ किसी और का (સલીમ કૌસર)ના રાગમાં આ ગઝલ ગાઈ શકાય છે. હું ગઈકાલનો એ જ ‘ટ્યુન’માં ગઝલ ‘ગુનગુનાવી’ રહ્યો છું 🙂

 8. pragnaju said,

  September 20, 2011 @ 10:03 am

  સુંદર ગઝલનાં આ શેર
  કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
  હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

  નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
  હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો
  વા હ્
  ઊંડું ચિંતન, જીવનની વ્યાપક અનુભૂતિ

  કવિ એ અહીં નવિન તાજગીભર્યાં પ્રતીક-કલ્પનોથી અભિવ્યક્ત કરી છે.

  સુંદર સરોવર બનવું હશે તો જળતરંગની માફક ઊઠવું પડશે

 9. કિરણસિંહ ચૌહાણ said,

  September 20, 2011 @ 11:40 am

  બિલકુલ જુદા છંદમાં આટલી સાહજિક ગઝલ માણવાની ખૂબ મજા પડી. હેમંતભાઇ જેવા ગઝલને નખશિખ જાણનારા સર્જક અવિરત સર્જન કરતા રહે એ ગઝલના હિતમાં છે.

 10. Dr.m.m.dave. said,

  September 20, 2011 @ 2:00 pm

  ખુબજ સરસ હેમંતભાઇ,આવી સરસ ગજલ લખતા રહેજો.અભિનંદન.

 11. Dhruti Modi said,

  September 20, 2011 @ 4:42 pm

  સુંદર.

 12. Devika Dhruva said,

  September 20, 2011 @ 5:43 pm

  મૌનમાં મલાવજો….વાહ્..બેનમૂન..

 13. વિવેક said,

  September 21, 2011 @ 12:12 am

  @ ધવલ: मैं ख्याल हूँ किसी और का – આ ગઝલ કામિલ છંદમાં છે. કામિલ છંદમાં લખાયેલી અન્ય પ્રચલિત ગઝલો न किसी की आँख का नूर हूँ (बहादुर शाह झफ़र) તથા દિવસો જુદાઈના જાય છે (ગની દહીંવાલા).

  હેમંત ધોરડાએ વાપરેલો છંદ બારિકીપૂર્વક કામિલ છંદથી અલગ પડે છે…

 14. ધવલ said,

  September 21, 2011 @ 2:57 pm

  એ વાત બરાબર પણ ગાવામાં વાંધો આવતો નથી. અને ગઝલ વધુ આસ્વાદ્ય બને છે.

 15. sudhir patel said,

  September 21, 2011 @ 10:34 pm

  બહુ ઓછા વપરાયેલા છંદમાં સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 16. સંજુ વાળા said,

  September 24, 2011 @ 4:35 am

  બહુ જ સરસ . આ છંદમાં ગુજરાતીમાં બહુ ઓછી રચનાઓ હશે, ખૂબ ખૂબ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment