અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
હર્ષ બ્રહ્મભટ્ટ

‘કેમ છો?’

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

–  અજ્ઞાત

ગુજરાતીનું સૌથી નાનું પણ સૌથી વધારે વપરાતું વાક્ય – ‘ કેમ છો?’
શ્રી. મનહર ઉધાસે આ ગઝલ બહુ સરસ મિજાજમાં ગાઇ છે.

10 Comments »

 1. વિવેક said,

  April 27, 2007 @ 9:54 am

  આંખ મેં બારી તરફ માંડી ફકત,
  કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

  -ખૂબ સુંદર શેર !

 2. ધવલ said,

  April 27, 2007 @ 11:34 am

  આ ગઝલના કવિ કોણ છે ? કોઈને ખબર છે ?

 3. manthan said,

  April 30, 2007 @ 9:03 am

  અતિ સુન્દર

 4. rajesh trivedi said,

  July 5, 2007 @ 7:17 am

  beautiful, small n sweet poem, with the very common word of gujarati, kem chho?

 5. Rahul Shah - Surat said,

  July 7, 2007 @ 4:05 am

  okay – Dhavalbhai, will find out poet name and inform you.

  DIL CHAHE KOIK PUCHHE UBHARATI YUVANI MA, KEM CHHO?
  MAN CHAHE KOIK PUCHHE JEEVAN SANDHYA MA, KEM CHHO?

 6. vipul patel said,

  September 18, 2007 @ 2:18 am

  I really appreciate “શહેર ચ્હે આ દોસ્તો……………અર્થ એન કેત્લ એ કાધશે ……”

 7. Chetan Framewala said,

  April 30, 2008 @ 6:47 am

  કૈલાસ પંડીત ની ગઝલ છે.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 8. વિવેક said,

  April 30, 2008 @ 8:32 am

  આભાર, ચેતનભાઈ !

 9. ભાવના શુક્લ said,

  April 30, 2008 @ 9:36 am

  અસ્સ્સ્સલ ગુજરાતી મિજાજમા લખાયેલી રચના…

  દરેક ગુજરાતીની આંખના ખુણામા સ્નેહનો જુગનુ ચમકે તે “કેમ છો”..
  પ્રશ્ન હોવા છતા પ્રશ્ન નથી…
  છાના છુપા અનેક સવાલોનો એક માત્ર પુર્ણ જવાબ એટલે
  “કેમ છો”

 10. સુરેશ જાની said,

  May 7, 2010 @ 6:07 am

  આંખ મેં બારી તરફ માંડી ફકત,
  કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’
  —————
  આજે અમારા સંગીત ગ્રુપમાં દિલ દઈને ગાયું,

  છેલ્લી પંક્તિ

  કઈ બારી તરફ જોયું અને કોણે પૂછ્યું?
  વિચારતા કરી દે તેવી વાત .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment