માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

દિલ વિના લાખો મળે – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

મરીઝ

ગુજરાતના ગાલીબ ગણાતા આ મહાન શાયરની આ રચનાની છેલ્લી કડી બહુ જ જાણીતી છે.

8 Comments »

 1. Parul said,

  April 12, 2007 @ 1:19 pm

  એ જ લોકો થઇ શકે છે મહેિફ્લોની આબરુ,
  જેઓ વેરાનીને પણ સુની જગા કહેતા નથી.

  વાહ વાહ્!ક્યા બાત ફરમાઈ મરીઝ સાહબને…વધારે જાણીતી છેલ્લી કડીની સંગાથે એમ લાગે કે જાણે ગુલાબના બગીચામાં રાતરાણીનું ફૂલ!

 2. vishal said,

  April 13, 2007 @ 10:04 am

  જબદ્સ્ત ભઈ..

 3. rinkesh soni said,

  April 13, 2007 @ 12:17 pm

  hallo i am rinkesh soni. i am now in f.y.m.com. also in c.a.(chatered accontant) i am always reading poem of the poet rabindranath tagor. was great poet

 4. rinkesh soni said,

  April 13, 2007 @ 12:23 pm

  I am sneha soni……………..

 5. vishal said,

  April 13, 2007 @ 2:34 pm

  અરે બાપુ કેવુ પડે ….બોલે તો એક્દમ મઈણ્ડ બ્લોઈગ્……………

 6. Hitesh said,

  April 14, 2007 @ 6:05 am

  ખુબ સરસ વાત કરી મરિઝ સાહેબે

 7. વિવેક said,

  April 14, 2007 @ 7:26 am

  આ ગઝલનો બીજા નંબરનો શેર બાકી રહી ગયો લાગે છે:

  જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,

  ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી.

 8. malvikasolanki said,

  March 15, 2013 @ 5:36 am

  દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment