નથી જામતી એક બે અશ્રુઓમાં
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુરેન્દ્ર કડિયા

યુવાગૌરવ: ૨૦૦૭: સૌમ્ય જોશી – વાવ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_saumyajoshi

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.

26 Comments »

 1. Chintan said,

  July 27, 2011 @ 3:04 am

  મસ્ત મસ્ત
  ખુબજ સરસ છે ભાઈ

 2. Atul Jani (Agantuk) said,

  July 27, 2011 @ 3:14 am

  શ્રી સૌમ્ય જોશીને અભીનંદન. ૨૦૦૭ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો તે જાણીને આશ્ચર્ય થયું. કેટલાં વર્ષે આ પુરસ્કાર અપાય છે? યુવા ગૌરવ પુરસ્કાર વિશે વધારે માહિતિ શક્ય હોય તો આપવા વિનંતી.

 3. હેમંત પુણેકર said,

  July 27, 2011 @ 3:42 am

  સૌમ્યભાઈને ખૂબખૂબ અભિનંદન!

  “વાવ” ના છ શબ્દચિત્રો તો એવા સુંદર દોર્યા છે કે એને કયા શબ્દોમાં દાદ આપવી સમજાતું નથી! આનંદ આનંદ!

 4. dhaval soni said,

  July 27, 2011 @ 4:38 am

  ખરેખર અદભુત……..ખુબજ સરસ

 5. Deval said,

  July 27, 2011 @ 6:09 am

  yeeeeeeee, saumya bhai, my one of the favourties…..thanx Vivek sir for sharing this….saumya bhai ne khub khub abhinandan….darek ae darek kalpan adbhut chhe pan 3rd kalpan mane sauthi vadhare gamyu…blogger mitro – saumya bhai ne ek “kutaru” wali rachana jema thambhalo ane kutara no ullekh chhe ae rachana hu ghana vakhat thi shodhu chhu…aap koi ni paase hoy to pls pls pls share karsho.

 6. pragnaju said,

  July 27, 2011 @ 7:32 am

  અભિનંદન
  પુરસ્કાર માટે આટલી બધી વાર કેમ લાગી?
  બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
  વાવ છે ભઈ,
  અરીસો છે અવાજનો.
  વાહ્

 7. મીના છેડા said,

  July 27, 2011 @ 7:37 am

  અભિનંદન મિત્રને…

 8. Rakesh shah said,

  July 27, 2011 @ 7:41 am

  Wah!

 9. Devika Dhruva said,

  July 27, 2011 @ 9:03 am

  અવાજનો અરીસો ! વાહ..
  અભિનંદન..

 10. urvashi parekh said,

  July 27, 2011 @ 11:42 am

  ખુબ ખુબ અભીનન્દન.
  સરસ રચના.

 11. manvant patel said,

  July 27, 2011 @ 12:13 pm

  વાવ ….મારુઁ પ્રિય સ્વપ્ન-ઘરેણુઁ.અડાલજની વાવ
  જોઇને રાણી વાવ પણ જોઇ.બાકીનાઁ ચિત્રો જોયાઁ.
  ઘણૉ આનઁદ થયો આ કાવ્ય વાચીને.કવિને ખૂબ
  અભિનઁદન સાથે શુભેચ્છા…રાજસ્થાનની વાવ
  જોવા જેવીછે.આભાર સૌમ્ય ને વિવેકભાઇનો……

 12. ડૉ. મહેશ રાવલ said,

  July 27, 2011 @ 12:17 pm

  કવિશ્રી સૌમ્ય જોશીને ખાસ સન્માનબદલ હાર્દિક અભિનંદન અને આવનારા દિવસોમાં, અનેક પુરસ્કારો માટે શુભકામનાઓ…..
  જય હો…!

 13. Harikrishna (London) said,

  July 27, 2011 @ 12:54 pm

  My heartiest congatulations to Saumyabhai. You really deserve this honour.
  I liked your 1st verse best. What a heartfelt feeling you show for reminicing a friend’s visit by comparing your trip to the bottom of ‘vaav’ – 1000 steps down and the moment of your departing by coming out of ‘vaav’. Sadly you could not spend you rest of the time inside.
  I would like to have copy of his book, Vivekbhai.

 14. DHRUTI MODI said,

  July 27, 2011 @ 3:25 pm

  અભિનંદન. વાવના રૂપક દ્વારા રજૂ થયા છે સુંદર કાવ્યો.

 15. Anil Chavda said,

  July 27, 2011 @ 3:31 pm

  Kavi-Natyakaar Shree Shaumya Joshine Khub Khub Abinandan…..

 16. વિવેક said,

  July 28, 2011 @ 12:51 am

  @ Deval Vora: સૌમ્ય જોશીની ‘કૂતરું’ રચના એમના કાવ્યસંગ્રહ ‘ગ્રીનરૂમમાં’ માં 42-43મા પાને છે…

 17. rajnikant shah said,

  July 28, 2011 @ 12:51 am

  કવિશ્રી સૌમ્ય જોશીને ખાસ સન્માનબદલ હાર્દિક અભિનંદન

 18. Deval said,

  July 28, 2011 @ 6:16 am

  @Vivek sir: aabhaar sir 🙂

 19. Lata Hirani said,

  July 28, 2011 @ 6:25 am

  ખૂબ ખૂબ અભિનન્દન સૌમ્ય જોષી અને ધ્વનિલભાઇને….
  પણ હરદ્વાર ગોસ્વામી અને અનિલ ચાવડા ક્યા ? એ પણ આ જ પુરસ્કારના લિસ્ટમા છે !!

  લતા જ્ હિરાણી

 20. વિવેક said,

  July 28, 2011 @ 7:44 am

  @ Lata Hirani: ધીરજના ફળ મીઠાં, ખરું ને? આવતીકાલે હરદ્વાર અને પરમદિવસે અનિલ પણ લયસ્તરોના દરબારમાં હાજર થશે જ…

 21. Kalpana said,

  July 28, 2011 @ 2:14 pm

  વાહ વાહ વાહ ભઇ વાહ. તમારી વાવમા તો જેમ ઊંડા જઈએ તેમ કલ્પનાના અજવાળા પથરાતા જાય છે.
  આભાર

 22. Hardwar Goswami said,

  July 31, 2011 @ 4:30 am

  ખૂબ ખૂબ અભિનન્દન સૌમ્ય!

 23. raksha shukla said,

  July 31, 2011 @ 4:38 am

  ખૂબ ખૂબ અભિનન્દન સૌમ્યજી !

 24. Pancham Shukla said,

  August 1, 2011 @ 1:35 pm

  દાદપાત્ર ચિત્રાત્મકતા અને નિરીક્ષણ.

 25. Gaurav Pandya, Jamnagar said,

  August 6, 2011 @ 2:12 pm

  Heartly Congratulations…

 26. Anal Shah said,

  August 21, 2011 @ 7:08 pm

  મને નહોતિ ખબર કે સૌમ્ય જોશિ સાહેબ કે જેની સાથે ક્યારેક નાટક ભજવવાનો લાહવો લિધેલ એ આટલુ સારી કવિતા પણ લખે છે…

  ખુબ સરસ છે આ રચના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment