નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.
- વિવેક મનહર ટેલર

વિષમ ભોગ -જગદીશ જોશી

 … તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.

ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઇ ગઇ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં એરકન્ડિશનરનો અવાજ ગૂંચવાઇ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.

લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઇને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે ,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ …

મારાં બૂટ, મોજાં, ટાઇ, રૂમાલ – ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઇ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

જગદીશ જોશી

યુવાનીમાં જે સંબંધ બાંધવા માટે કેટકેટલાં ગીતો ગાયાં હોય, પ્રેમપત્રો લખ્યા હોય, આકાશના તારા નીચે લાવવાની હોડ બકી હોય, તે સમય જતાં કેવળ routine થઇ ગયાની સામાન્ય વ્યથાનું અહીં કવિએ અજબ નિરૂપણ કર્યું છે.
આ માનવ જીવનની વાસ્તવિકતા છે.

6 Comments »

  1. વિવેક said,

    March 8, 2007 @ 2:14 AM

    સુંદર રચના….

  2. જગદીશ જોષી, Jagdish Joshi « ગુજરાતી સારસ્વત પરિચય said,

    March 8, 2007 @ 3:02 AM

    […] # રચનાઓ : – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 – […]

  3. UrmiSaagar said,

    March 8, 2007 @ 10:28 PM

    … તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
    ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.

    દાદા, આ અધુરી પંક્તિથી શરૂ થયેલી આ વાત બરાબર સમજાઇ નઇ… જરા સમજાવશો?

  4. jina said,

    March 9, 2007 @ 6:56 AM

    આપણે જ્યારે ઘરે એમ કહેવા ફોન કરીએ કે “મારે મોડું થશે, મારી રાહ જોયા વગર જમી લેજે… અને આન્સરિંગ મશીન પર મેસેજ મળે કે “હું બહાર છું, થાળી પાંજરામાં ઢાંકેલી છે, જમી લેજો…” ત્યારે સમજવું કે મધુરજની વીતી ચુકી છે….!!

    શું કહો છો?…

  5. Bansinaad said,

    March 9, 2007 @ 10:33 AM

    […] ‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’  ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’,  ‘વાતોની કુંજગલી’,   ‘ઊર્મિનો સાગર’ પર વાંચો ‘એક હતી સર્વકાલિન વાર્તા’ ,  અને લયસ્તરો પર વાંચો ‘વિષમ ભોગ’ […]

  6. vasant shah said,

    January 16, 2013 @ 4:58 AM

    SAMAY SAMAY BALVAN HE, NAHI MANUSYA BALVAN . . .
    THAY BAPU THAY, AAVUYE THAY !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment