બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
વિવેક ટેલર

ગઝલ – ભાવેશ ભટ્ટ

જો પડ્યા એકાંત ને વાંધા હવે,
કોઈ ખખડાવો ન દરવાજા હવે.

કેમ તું વરસાદથી ગભરાય છે ?
રંગ તારા થઈ ગયા પાકા હવે.

હું થયો ચહેરા વગરનો જ્યારથી,
ભીંતની સમજાય છે ભાષા હવે.

ચાલવાનું ક્યારનું છોડી દીધું,
છો ને જીવનમાં પડ્યા ખાડા હવે.

આ તરસ મારી સમજણી થઈ ગઈ,
તું લઈ લે વાદળો પાછાં હવે.

– ભાવેશ ભટ્ટ

ચહેરાપોથી પર… એટલે કે ફેસબુક પર આ ગઝલ ક્યાંક વાંચી અને ગમી ગઈ…  અને આ રહી, તમારા માટે.

13 Comments »

 1. rajnkant shah said,

  June 29, 2011 @ 7:30 pm

  ચાલવાનું ક્યારનું છોડી દીધું,
  છો ને જીવનમાં પડ્યા ખાડા હવે.

  good.

 2. Maheshchandra Naik said,

  June 30, 2011 @ 12:20 am

  જો પડ્યા એકાંત ને વાંધા હવે
  કોઈ ખખડાવો ન દરવાજા હવે
  આ શૅર ઘણુ કહી જાય છે,,,,,,સરસ વાત…………આભાર.

 3. Shailesh said,

  June 30, 2011 @ 12:21 am

  આ તરસ મારી સમજણી થઈ ગઈ,
  તું લઈ લે વાદળો પાછાં હવે.

 4. દીપક પરમાર said,

  June 30, 2011 @ 8:53 am

  આ તરસ મારી સમજણી થઈ ગઈ,
  તું લઈ લે વાદળો પાછાં હવે.

  વાહ!! ખુબ સરસ…

 5. Kalpana said,

  June 30, 2011 @ 2:57 pm

  કેમ તું વરસાદથી ગભરાય છે?
  રંગ તારા થઈ ગયા પાકા હવે

  તરસ સમજણી થઈ ગઈ.

  સરસ વાત કહી, ઉછળતા પાણી શાંત થયા.

  આભાર

 6. ધવલ શાહ said,

  June 30, 2011 @ 8:43 pm

  હું થયો ચહેરા વગરનો જ્યારથી,
  ભીંતની સમજાય છે ભાષા હવે.

  – સરસ !

 7. sudhir patel said,

  June 30, 2011 @ 9:32 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 8. PRADIP SHETH . BHAVNAGAR said,

  July 1, 2011 @ 12:45 am

  સરસ સચના…

 9. વિવેક said,

  July 1, 2011 @ 1:17 am

  આ તરસ મારી સમજણી થઈ ગઈ,
  તું લઈ લે વાદળો પાછાં હવે.

  – સુંદર વાત ! ચોટદાર કલ્પન …

 10. બંકિમ રાવલ said,

  July 1, 2011 @ 2:51 am

  આખી ગઝલ ખૂબ ગમી.
  બંકિમ રાવલ

 11. Lata Hirani said,

  July 1, 2011 @ 3:38 am

  હું થયો ચહેરા વગરનો જ્યારથી,
  ભીંતની સમજાય છે ભાષા હવે.

  ચહેરો ક્યાઁ હોય છે જ કોઇને ? એટલે જ ભીત જેવા ફરીએ છીએ સહુ..

 12. Ashwin Bhatt said,

  July 26, 2011 @ 2:52 am

  keep it up… bahun sunder expressions….

 13. Suresh Shah said,

  March 3, 2016 @ 3:17 am

  ચહેરાપોથી – બહુ ના ગમ્યું. કાંઈક બીજુ શોધીએ.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment