રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

છોડવી દોહ્યલી – હરિવલ્લભ ભાયાણી

જલમની ભોમકા,
જનની નિજ,
નીંદ પાછલા પહોરની,
ગોષ્ઠી મિત્રોની,
ને મનનું માનીતું જે જન –
છે છોડવી કેટલી દોહ્યલી
વસ્તુ એ પંચ !

– હરિવલ્લભ ભાયાણી

1 Comment »

  1. પંચમ શુક્લ said,

    July 10, 2007 @ 6:29 am

    અરે વાહ!

    ભાયાણી સાહેબે સંસ્કૃતમાંથી અનુવાદિત કરેલાં સુભાષિતો/મુક્તકો એ ગુજરાતી સાહિત્યનું અમૂલ્ય નજરાણું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment