શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

ગઝલ – હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.

સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે ?

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?

આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

– હેમેન શાહ


12 Comments »

  1. વિવેક said,

    June 16, 2011 @ 12:57 AM

    સુંદર ગઝલ… બધા જ શેર મનનીય થયા છે…

  2. હેમંત પુણેકર said,

    June 16, 2011 @ 1:03 AM

    ખૂબ સરસ ગઝલ!

  3. Kirtikant Purohit said,

    June 16, 2011 @ 1:42 AM

    વાહ સુઁદર ગઝલ.

    કેટલી ચીજો સમય લઈ જાય છે,
    પણ ખબર કોને અને ક્યારે પડે ?

  4. P Shah said,

    June 16, 2011 @ 2:29 AM

    બહાર ફતવા વાર-તહેવારે પડે….

    સુંદર ગઝલ !

  5. ડેનિશ said,

    June 16, 2011 @ 6:23 AM

    સુન્દર ગઝલ !

    સામે કાંઠે હોય છે વાંછિત બધું,
    પણ નદી તરવી બહુ ભારે પડે.
    વાહ !

  6. સુનીલ શાહ said,

    June 16, 2011 @ 7:50 AM

    સુંદર અભિવ્યક્તિ.

  7. dr.j.k.nanavati said,

    June 16, 2011 @ 2:55 PM

    સુંદર

  8. DHRUTI MODI said,

    June 16, 2011 @ 5:03 PM

    સરળ અને સુંદર ગઝલ.

  9. Prakashsinh Chauhan said,

    June 17, 2011 @ 8:17 AM

    આઇ લાઈકી ઈટ.

  10. ડૉ. મહેશ રાવલ said,

    June 17, 2011 @ 12:52 PM

    વાહ…
    હેમેનભાઈએ ટૂંકીબહરમાં સુંદર વાત વણી છે ગઝલમાં…
    ઘણું શીખવા/સમજવા મળ્યું…..

  11. ધવલ said,

    June 17, 2011 @ 2:19 PM

    કેટલી ચીજો સમય લઈ જાય છે,
    પણ ખબર કોને અને ક્યારે પડે ?

    – સરસ !

  12. sudhir patel said,

    June 17, 2011 @ 3:11 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment