હવે કંઇક તડકો શમ્યો છે તો ચાલો,
सुलाकर रखी थी वो ख्वाहिश निकालो

निकालो युगों से निठल्ले वो जूते,
ફરી આવશે ના સમય આવો વહાલો.
વિવેક મનહર ટેલર

પાંદડી વાયરાને વળગી શું કામ ? -પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

-પન્ના નાયક

2 Comments »

  1. પ્રત્યાયન said,

    August 19, 2005 @ 5:13 AM

    Very nice poem….Pannaben has a natural gift of sensitivity! In general, females are more natural to express such a touchy sentiment, and Pannaben has been one of my favourite poetess since i strarted to read any thing called ‘poem’.

  2. UrmiSaagar said,

    February 22, 2007 @ 1:32 PM

    આજે કંઇક શોધવા જતાં આ ગીત મળી ગયું…
    અને વાંચ્યુ એવું જ જાણે સોંસરવું ઉતરી ગયું…
    ખુબ જ મજા આવી ગઇ… આભાર ધવલભાઇ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment