સૂરજ પ્રવેશ્યો નહીં આપણી ગુફાઓમાં,
ઉપર દિવસ છે અને નીચે રાત ચાલે છે.

ભરત વિંઝુડા

પ્રેમ સર્વસ્વ છે -અનિરુદ્ધસિંહ ગોહિલ

અન્ય સૌ હ્રસ્વ છે.
પ્રેમ સર્વસ્વ છે.

સાદગી એમનું,
આગવું અસ્ત્ર છે.

ધ્યાનથી વાંચજે,
એમનો પત્ર છે.

બાહ્ય ખેચાંણ તો,
માત્ર અંધત્વ છે.

દેખ કાં શાખને?
મૂળમાં તત્વ છે.

કોણ તું ? કોણ હું ?
એજ તો પ્રશ્ન છે.

– અનિરુદ્ધસિંહ ગોહિલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

વાંચતાવેંત ગમી જાય એવી ટૂંકી બહેરની ગહન ગઝલ…

13 Comments »

  1. devika dhruva said,

    May 26, 2011 @ 3:35 AM

    અર્થસભર, ટૂંકી બહેરની માર્મિક ગઝલ.ખુબ ગમી.

  2. Atul Jani (Agantuk) said,

    May 26, 2011 @ 5:03 AM

    કોણ તું ? કોણ હું ?
    એજ તો પ્રશ્ન છે.

    ગુર્જર કાવ્ય ધારા પર જ્યારે આ ગઝલ વાંચેલી ત્યારે ખૂબ ગમેલી – અહિં ફરીથી વાંચવી ગમી.

    એવી રીતે શ્રી ધૃતિ મોદીની આ રચના પણ જાણે સચોટ જવાબ હોય તેવી નથી?

    અદૃશ્ય-અલોપ કરી દે
    ‘મારું ને હું’, ‘તારું ને તુ’

    http://aasvad.wordpress.com/2011/05/23/963/

  3. pragnaju said,

    May 26, 2011 @ 9:12 AM

    ટૂંકી બહેરની ગૂઢ સંદેશની ગઝલ
    બાહ્ય ખેચાંણ તો,
    માત્ર અંધત્વ છે.

    દેખ કાં શાખને?
    મૂળમાં તત્વ છે.
    વાહ્

  4. Girish Parikh said,

    May 26, 2011 @ 9:16 AM

    મોના નાયક (ઊર્મિ)નો શેર યાદ આવ્યોઃ

    તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
    ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

  5. Girish Parikh said,

    May 26, 2011 @ 9:21 AM

    મારું ‘હું કોણ છું?’ મુક્તકાવ્યઃ
    http://girishparikh.wordpress.com/2011/03/25/%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a3-%e0%aa%9b%e0%ab%81%e0%aa%82/

  6. Ramesh Patel said,

    May 26, 2011 @ 11:51 AM

    ઘણું બધુ મનનીય રીતે સરસ રીતે છલકાવતી ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  7. DHRUTI MODI said,

    May 26, 2011 @ 3:19 PM

    સુંદર મનનીય ગઝલ. ઉપનિષદની યાદ અપાવે ઍવી ગઝલ. ટૂંકી બહેરમાં ખૂબ મોટી વાત.

  8. DHRUTI MODI said,

    May 26, 2011 @ 3:22 PM

    આભાર અતુલભાઈ.

  9. Klapana said,

    May 26, 2011 @ 5:12 PM

    માત્ર બાહ્ય ખેઁચાણ એ ખરે જ અઁધત્વ છે. ખૂભ સુઁદર ગઝલ. અન્ય તો હ્ર્સ્વ છે. એ છેલ્લે પણ દોહરાવવા જેવી વાત છે.
    આભાર

  10. વિહંગ વ્યાસ said,

    May 26, 2011 @ 8:59 PM

    સુંદર માર્મિક ગઝલ.

  11. Atul Jani (Agantuk) said,

    May 26, 2011 @ 11:43 PM

    શ્રી ધૃતિબહેન

    આપની ગઝલો અને અછાંદસ રચનાઓ હું હંમેશા રસપૂર્વક વાંચું છું. આવી સુંદર રચનાઓનો આસ્વાદ કરાવવા બદલ આભાર તો મારે આપનો માનવાનો હોય.

  12. P Shah said,

    May 27, 2011 @ 9:37 AM

    સુંદર રચના !

  13. HARSHVI said,

    May 30, 2011 @ 11:01 AM

    GOOD

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment